Anker Battery Powered Cooler: Anker એ લોન્ચ કર્યું બેટરીથી ચાલતું કૂલર, 52 કલાક સુધી રાખશે ઠંડક! જાણો કિંમત અને ફીચર્સ
Anker Battery Powered Cooler: Anker એ પોતાનું નવું Solix EverFrost 2 બેટરી-કૂલર લોન્ચ કર્યું છે, જે કેમ્પિંગ, રોડ ટ્રિપ અને આઉટડોર એડવેન્ચર માટે એકદમ પરફેક્ટ છે. આ 23L, 40L અને 58L ક્ષમતા સાથે આવે છે અને 288Wh LFP બેટરી ની મદદથી વિના બરફ 52 કલાક સુધી ઠંડક જાળવી શકે છે. તેમાં FrostFlow એર-કૂલિંગ ટેકનોલોજી છે, જે માત્ર 15 મિનિટમાં 32°F (0°C) સુધી ઠંડક પહોંચાડે છે. ખાસ કરીને 58L મોડલ માં ડ્યુઅલ-ઝોન કૂલિંગ ફીચર છે, જે ફ્રિજ અને ફ્રીઝર બંને રૂપે ઉપયોગ કરી શકાય છે. આ કૂલરને 6-ઇંચના વ્હીલ્સ અને ફોલ્ડ-ડાઉન ટ્રે હેન્ડલ ની સાથે સરળતાથી લઈ જવાની સુવિધા આપવામાં આવી છે. સાથે, USB-A અને USB-C પોર્ટ્સ પણ આપવામાં આવ્યા છે, જે ફોન અથવા અન્ય ડિવાઇસિસને ચાર્જ કરવા માટે ઉપયોગી છે.
Anker Solix EverFrost 2 ની કિંમત અને ઉપલબ્ધતા
Anker Solix EverFrost 2 ની પ્રી-બુકિંગ 21 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ચૂકી છે અને તેનું વેચાણ 7 માર્ચ 2025 થી શરૂ થશે.
- 23L મોડલ – $799.99 (અંદાજે 69,400)
- 40L મોડલ – $899.99 (અંદાજે 78,000)
- 58L મોડલ – $1,099.99 (અંદાજે 95,500)
Anker વધારાની LFP બેટરી ઓપ્શન પણ આપી રહ્યું છે, જેનાથી બેટરી બેકઅપ 104 કલાક સુધી વધારી શકાય.
Anker Solix EverFrost 2 ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
- મજબૂત અને ટકાઉ ડિઝાઇન – આ IPX3 વોટર રેઝિસ્ટન્ટ છે, જેના કારણે કોઈપણ હવામાનમાં ઉપયોગ કરી શકાય.
- શક્તિશાળી બેટરી – તેની 288Wh LFP બેટરી માત્ર કૂલરને પાવર આપતી નથી, પરંતુ USB-A અને USB-C પોર્ટ્સ દ્વારા પાવર બેન્ક તરીકે પણ કામ કરે છે.
- મલ્ટીપલ ચાર્જિંગ ઓપ્શન – તેને AC, કાર ચાર્જર અને સોલાર પેનલ વડે ચાર્જ કરી શકાય છે, જેથી લાંબી ટ્રિપ્સ દરમિયાન પણ ઠંડક જળવાઈ રહે.
- FrostFlow કૂલિંગ સિસ્ટમ – તાપમાનને ±2°F સુધી સ્થિર રાખે છે, જેથી ખોરાક અને પીણાં લાંબા સમય સુધી તાજાં રહે.
- ડ્યુઅલ-ઝોન કૂલિંગ – ખાસ કરીને 58L મોડલ માં આ ફીચર છે, જેના કારણે એક સાઇડ ફ્રીઝિંગ અને બીજી સાઇડ ઠંડા પીણાં માટે ઉપયોગ કરી શકાય.
- લઈ જવામાં સરળ – તેમાં મોટા ઓલ-ટેરેિન વ્હીલ્સ, ટેલિસ્કોપિક હેન્ડલ અને બિલ્ટ-ઈન બોટલ ઓપનર આપવામાં આવ્યા છે.
- સ્માર્ટ કન્ટ્રોલ્સ – તેનું ડિજિટલ ડિસ્પ્લે અને કન્ટ્રોલ પેનલ યુઝર્સને સરળતાથી તાપમાન સેટ કરવાની સુવિધા આપે છે.
જો તમે એક પોર્ટેબલ અને લાંબા સમય સુધી ચાલનારા બેટરી કૂલર ની શોધમાં છો, તો Anker Solix EverFrost 2 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે!