વાલક ગામ નજીક આવેલા ગ્રીન વેલી એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડી હતી. અને ત્રીજા માળેથી સીધી બેઝમેન્ટમાં પટકાઈ હતી. જેથી લિફ્ટમાં રહેલા પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રહિશોએ બિલ્ડર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડર મેન્ટેનન્સ ઉઘરાવે છે થતાં ખર્ચો કરતો નથી.
