ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે સીંગ તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેના ભાવમાં રૂપિયા 40નો વધારો કરવામાં આવ્યો છે. જેથી સિંગતેલના ડબ્બાનો નવો ભાવ 1 હજાર 810 રૂપિયા છે.

સીંગ તેલ બાદ કપાસિયા તેલની કિંમતમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. જેથી કપાસિયા તેલના ડબ્બાની કિંમત 1 હજાર 270 રૂપિયા થઈ છે. ત્યારે ખાદ્ય તેલની કિંમતમાં વધારો થવાના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે.