ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા. પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે રીચેકિંગ માટે અરજી નહીં કરી હોય જેના કારણે તેમનું પરિણામ યથાવત રહ્યું હશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલાં ધોરણ ૧૦નાં પરિણામ બાદ બોર્ડને મળેલી ગુણ ચકાસણી રીચેકિંગની અરજીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેનાં પગલે ૪૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાથી બચી ગયા છે. આ વિદ્યાર્થીઓ નાપાસમાંથી પાસ જાહેર થતાં હવે તેમને જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષા નહીં આપવી પડે.
જો કે પેપર ચકાસણી કરતાં નિરીક્ષકોની ભૂલનો ભોગ બનતા આ વિદ્યાર્થીઓ બચી ગયા હતા. પરંતુ એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હશે જેમણે રીચેકિંગ માટે અરજી નહીં કરી હોય જેના કારણે તેમનું પરિણામ યથાવત રહ્યું હશે. આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગુણ ચકાસણી- રિચેકિંગ માટે આવેલી અરજીઓમાં મોટાભાગે સરવાળાની ભૂલો થઈ હોવાનું જણાયું હતું. જેનો ભોગ પરિણામ સુધરી જવાના કારણે વિદ્યાર્થીઓ બનતા અટકી ગયા હતાં.