CUET UG 2025નું રજીસ્ટ્રેશન શરૂ, 22 માર્ચ છે છેલ્લી તારીખ, 5 સ્ટેપમાં જાણો અરજી પ્રક્રિયા
CUET UG 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET UG 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ પરીક્ષા મે થી જૂન વચ્ચે યોજાશે. રસ ધરાવતા ઉમેદવારો 22 માર્ચ, રાત્રે 11:50 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે.
NTA દ્વારા જાહેર કરાયેલ શેડ્યૂલ
દર વર્ષે લાખો વિદ્યાર્થી Common University Entrance Test-Undergraduate (CUET UG) માં ભાગ લે છે. આ વખતે પરીક્ષા કમ્પ્યુટર આધારિત (CBT) રહેશે.
- ફી ચૂકવવાની છેલ્લી તારીખ: 23 માર્ચ, રાત્રે 11:50
- કરેકશન વિંડો: 24 થી 26 માર્ચ
- પરીક્ષા તારીખ: 8 મે થી 1 જૂન (વિષયવાર શેડ્યૂલ પાછળથી જાહેર થશે)
- એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર, ઉત્તર કુંજી અને પરિણામની માહિતી પછીથી આપવામાં આવશે.
CUET UG 2025ની અરજી ફી
વર્ગ | 3 વિષયોની ફી | 3થી વધુ વિષયોની ફી |
---|---|---|
જનરલ | 1,000 | 400 |
OBC-NCL, EWS | 900 | 375 |
SC/ST/PwD/PwBD/થર્ડ જેન્ડર | 800 | 350 |
વિદેશી કેન્દ્રો | 4,500 | 1,800 |
13 ભાષાઓમાં થશે પરીક્ષા
CUET UG 2025 પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે:
અંગ્રેજી, હિન્દી, આસામી, ગુજરતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ.
કેવી રીતે અરજી કરવી? (5 સરળ સ્ટેપ્સ)
- સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો અને લોગ ઇન કરો.
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો, ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી રાખો.
જલ્દી અરજી કરો! છેલ્લી તારીખ 22 માર્ચ છે.