POCO M7 5G: ફક્ત 9,999 રૂપિયામાં લોન્ચ થયો શાનદાર 5G સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ!
POCO M7 5G: POCO એ ભારતમાં તેનો નવીનતમ 5G સ્માર્ટફોન POCO M7 5G લોન્ચ કર્યો છે. આ ફોન 120Hz રિફ્રેશ રેટ અને ટ્રિપલ TUV સર્ટિફિકેશન સાથે 6.88-ઇંચ HD+ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં નૉચ ડિઝાઇન સાથે 8MP સેલ્ફી કેમેરા અને Snapdragon 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8GB સુધી રેમ અને 12GB સુધી એક્સ્ટ્રા રેમ એક્સપેન્સનની સુવિધા મળે છે.
POCO M7 5G: આ ડિવાઇસ Xiaomi HyperOS સાથે Android 14 પર ચાલે છે. કંપનીએ 2 વર્ષના Android અપડેટ્સ અને 4 વર્ષના સિક્યુરિટી અપડેટ્સ આપવાની ખાતરી આપી છે. Sony IMX852 સેન્સર સાથે 50MPનો પ્રાઇમરી કેમેરા અને 2MP નો સેકન્ડરી સેન્સર છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ઉપલબ્ધ છે.
5160mAhની બેટરી સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે અને ખાસ વાત એ છે કે બોક્સમાં 33Wનો ચાર્જર પણ આપવામાં આવ્યો છે.
POCO M7 5Gના સ્પેસિફિકેશન્સ
- ડિસ્પ્લે: 6.88-ઇંચ HD+ ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, 600 નિટ્સ બ્રાઇટનેસ
- પ્રોસેસર: Snapdragon 4 Gen 2 ચિપસેટ, Adreno GPU
- રેમ અને સ્ટોરેજ: 8GB સુધી રેમ, 128GB સ્ટોરેજ
- બેટરી: 5160mAh બેટરી, 18W ચાર્જિંગ સપોર્ટ (33W ઇન-બોક્સ ચાર્જર)
- ઓપરેટિંગ સિસ્ટમ: Android 14-બેઝ્ડ HyperOS
- સેફ્ટી ફીચર્સ: ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ, IP52 સર્ટિફિકેશન
- અન્ય ફીચર્સ: 3.5mm ઓડિયો જેક, FM રેડિયો, 150% સુપર વોલ્યુમ સ્પીકર
https://twitter.com/IndiaPOCO/status/1896449187140735237?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1896449187140735237%7Ctwgr%5E26cd0043abbbc3d4d19fef8f633607aa43769821%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news24online.com%2Fgadgets%2Fpoco-m7-5g-launch-price-specifications-and-features-in-india%2F1090531%2F
POCO M7 5Gના કેમેરા ફીચર્સ
- રિયર કેમેરા: 50MP પ્રાઇમરી સેન્સર + 2MP સેકન્ડરી સેન્સર
- ફ્રન્ટ કેમેરા: 8MP સેલ્ફી કેમેરા
POCO M7 5Gની કિંમત અને ઑફર્સ
- 6GB + 128GB મોડલ: 9,999
- 8GB + 128GB મોડલ: 10,999
ફોનનું વેચાણ 7 માર્ચથી શરૂ થશે અને તે સેટિન બ્લેક, મિન્ટ ગ્રીન અને ઓશન બ્લુ કલરમાં ઉપલબ્ધ હશે. 7 માર્ચ બાદ, કિંમત 10,499 અને 11,499 થઈ જશે.