Lenovo Solar Laptop: Lenovo લાવ્યું Yoga Solar PC, 20 મિનિટ સોલાર ચાર્જ પર 1 કલાક સુધી ચાલશે
Lenovo Solar Laptop: Lenovo એ MWC 2025માં સોલર પાવરથી ચાલતું લૅપટોપ રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ લૅપટોપને 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી ઉત્તમ બેટરી બેકઅપ આપી શકે છે.
Lenovo Solar Laptop: મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ(MWC) 2025માં Lenovo એ પોતાનો નવો Yoga Solar PC કોન્સેપ્ટ લૅપટોપ રજૂ કર્યો છે, જે સોલર એનર્જીથી ચાલે છે. આ એડવાન્સ લૅપટોપમાં બેક કોન્ટેક્ટ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 24% સુધીની ઊર્જા રૂપાંતરણ દર (Energy Conversion Rate) આપે છે. કંપનીનું કહેવું છે કે તેને ફક્ત 20 મિનિટ માટે સીધા સૂર્યપ્રકાશમાં રાખીને, એક કલાક સુધી વિડિઓ પ્લેબેક કરી શકાય છે. આ પહેલા લેનોવોએ પારદર્શક ડિસ્પ્લેવાળા લેપટોપ રજૂ કર્યા હતા, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે કંપનીએ સૌર ઉર્જાથી ચાલતું લેપટોપ રજૂ કર્યું છે.
આ Yoga Solar PC કેવી રીતે કામ કરે છે?
આ લૅપટોપમાં બેક કોન્ટેક્ટ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નિયમિત સોલર પેનલ્સની તુલનામાં વધારે સુરજની રોશની એબસોર્બ કરે છે. તેમાં બસબાર અને ફિંગર્સને પાછળની તરફ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેથી આગળ કોઈ પડછાયો ન રહે અને પેનલ વધુ પાવર જનરેટ કરી શકે.
ભવિષ્યની એક ઝલક
આ ઉપરાંત, લેપટોપમાં ડાયનેમિક સોલર ટ્રેકિંગ સિસ્ટમ પણ છે, જે રીઅલ-ટાઇમમાં સોલર પેનલના વોલ્ટેજ અને કરંટને માપે છે અને ચાર્જર સેટિંગ્સને આપમેળે ગોઠવે છે. આ બેટરી લાઇફ સુધારે છે અને ચાર્જિંગને વધુ અસરકારક બનાવે છે. એટલું જ નહીં, લેનોવો કહે છે કે આ લેપટોપ ફક્ત સૌર ઉર્જા પર આધારિત નથી પરંતુ તે ભવિષ્યની દિશા પણ દર્શાવે છે.
પાવરફુલ પ્રોસેસર
આ નવા Yoga Solar PCમાં ઇન્ટેલનો Core Ultra પ્રોસેસર આપવામાં આવ્યો છે, જે લૅપટોપને ઉચ્ચતમ કાર્યક્ષમતા અને ગતિ પ્રદાન કરે છે. તેની સાથે, Lenovo એ એક ઈન્ટરએક્ટિવ એપ પણ તૈયાર કરી છે, જે રિયલ ટાઈમમાં સોલર એનર્જીનો ઉપયોગ મોનિટર કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ એપ દ્વારા યૂઝર્સ વોલ્ટેજ, કરંટ અને જનરેટેડ એનર્જીને તેમની સ્ક્રીન પર જોઈ શકે છે.