Donald Trump: ઝેલેન્સકીને ટ્ર્મ્પ સાથેની જીભાજોડી ભારે પડી, યુક્રેનને અપાતી તમામ લશ્કરી સહાય અસ્થાયી રૂપે ટ્રમ્પે સ્થગિત કરી
Donald Trump: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને તમામ યુએસ લશ્કરી સહાયનો પુરવઠો તાત્કાલિક અસરથી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે.ટ્રમ્પનો આ નિર્ણય યુએસ રાષ્ટ્રપતિના ઓવલ ઓફિસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી સાથેની અસાધારણ જીભાજોડી પછી લેવામાં આવ્યો છે.
Donald Trump: અહેવાલમાં એક વરિષ્ઠ વહીવટી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી તમામ યુએસ લશ્કરી સહાયને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે, જેનાથી “1 અબજ ડોલરથી વધુ મૂલ્યના શસ્ત્રો અને દારૂગોળો” ના પુરવઠા પર અસર પડશે.
અહેવાલમાં જણાવાયું છે કે ટ્રમ્પે લશ્કરી સહાય રોકવાનો નિર્ણય વ્હાઇટ હાઉસ (અમેરિકી રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય) ખાતે અમેરિકન નેતા અને તેમના વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા સહાયકો વચ્ચે અનેક બેઠકો પછી લીધો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે આ આદેશ જ્યાં સુધી ટ્રમ્પ નક્કી ન કરે કે યુક્રેન રશિયા સાથે શાંતિ વાટાઘાટો માટે પ્રતિબદ્ધ છે ત્યાં સુધી અમલમાં રહેશે.
આ આદેશ યુક્રેન સુરક્ષા સહાય પહેલ દ્વારા કરોડો ડોલરની સહાયને પણ અવરોધિત કરે છે. આ પહેલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને યુક્રેન તેનો ઉપયોગ ફક્ત યુએસ સંરક્ષણ કંપનીઓ પાસેથી સીધા નવા લશ્કરી હાર્ડવેર ખરીદવા માટે જ કરી શકે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રશિયાએ યુક્રેન પર તેના આગોતરા આક્રમણની શરૂઆત કરી ત્યારથી અમેરિકાએ 65.9 બિલિયન યુએસ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી છે, અને 2014 માં રશિયાના યુક્રેન પરના પ્રારંભિક આક્રમણ પછી આશરે 69.2 બિલિયન યુએસ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી છે.
રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ કરી રહેલા યુક્રેન માટે તાજેતરનો આંચકો ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વાન્સ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના થોડા દિવસો પછી આ વાત સામે આવી છે. ગયા શુક્રવારે ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી અને બંને દેશો એક દુર્લભ ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર હતા. પરંતુ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની વાતચીત વૈશ્વિક મીડિયાની સામે ગરમાગરમ ચર્ચામાં ફેરવાઈ ગઈ.