અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ બાથુરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ફાલ્ગુની શ્રીમાળીએ આત્મહત્યા કરતા પહેલાં એક અંતિમ ચીઠ્ઠી લખી હતી જે મળી આવી છે.
ફાલ્ગુની શ્રીમાળીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે તપાસ હાથ ધરતા તેનું કારણ આગામી સમયમાં જાણવા મળે તેવી શક્યતા છે.
હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્સ્ટેબલનો મૃતદહે બાથરૂમમાંથી મળી આવ્યો હતો.