નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દિલ્હીમાં છે. નીતિન પટેલ દિલ્હીમાં બે મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય નાણા વિભાગની બે બેઠકમાં નીતિન પટેલ ભાગ લીધો. ત્યારે દિલ્હી પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં પાક વીમા મુદ્દે રજૂઆત કરી છે.
પાક વીમા મુદ્દે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. પાક વીમો ફરજીયાત ના કરવા નીતિન પટેલે રજૂઆત કરી હતી. પાક વીમો મરજીયાત બનાવવા માટે કેન્દ્ર સમક્ષ માગ કરી હતી.
નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને સરળતા માટે પાક વીમો મરજીયાત બનાવવો જોઇએ. પાક વીમો લેવા માગતા હોય તેવા ખેડૂતોને જ વીમો આપવો જોઇએ. હાલ ધીરાણ સમયે પાક વીમો જ કાપી લેવામાં આવે છે. ત્યારે દિલ્હીમાં નાણામંત્રાલયની બેઠકમાં નીતિન પટેલે આ મામલે રજૂઆત કરીને પાકવીમાને મરજીયાત કરવાની માગ કરી છે.
પાક વીમો મરજીયાતનો મતબલ શું ?
હાલમાં ધીરાણ વખતે જ પાક વીમો કાપી લેવામાં આવે છે. પાક વીમો કાપ્યા બાદ પાકને ખરાબ અસર પડે તો જ પાક વીમો મળે છે. પાકને અસર પડી કે નથી પડી તે સરકાર અને એજન્સી નક્કી કરે છે. ખેડૂતોને લાગી રહ્યું છે કે એજન્સી અને અધિકારીઓ ખોટા આંકડા આપે છે. ખોટા આંકડાનાં આધારે ખેડૂતોને યોગ્ય પાક વીમો મળતો નથી. જો યોગ્ય પાક વીમો મળવાનો જ ન હોય તો પ્રિમિયમ શા માટે ભરવું ? ખેડૂતો માને છે કે પ્રિમિયમ ભરવા પછી વીમો ન મળે તો ફાયદો શું ?
ઘણા ખેડૂતોને ફાયદો
આ સંજોગોમાં પાક વીમો મરજીયાત કરવાની માંગ ઉઠી રહી છે. પાક વીમો મરજીયાત થાય તો જેણે પ્રિમિયમ ભર્યું તેને જ વીમો મળે. કોઇ ખેડૂતને લાગે કે મારે વીમો ભરવો જોઇએ તો જ તે પ્રિમિયમ ભરશે. આ રીતે ઘણા ખેડૂતોને ફાયદો પણ થઇ શકે છે. વીમા કંપનીઓ જે રીતે લૂંટી રહી છે તેમાં પણ કંટ્રોલ આવી શકે છે.
ખેડૂતોને શું નુકશાન?
- પાક વીમો મરજીયાતમાં ખેડૂતને પણ નુકશાન થઇ શકે
- ખરેખર પાક નિષ્ફળ જાય અને વીમો લીધો ન હોય તો ખેડૂતને નુકશાન જાય