હવેથી અમદાવાદની શાળામાં તમે ટુ વ્હીલર પર હેલ્મેટ પગેર્યા વગર જશો તો તમને દંડ કરવામાં આવશે. શિક્ષણ અધિકારી દ્વારા આ પરિપત્ર બહાર પા઼વામાં આવ્યો છે. આ પરિપત્ર વિદ્યાર્થીઓ , વાલીઓ અને શાળાની મુલાકાતે આવતા દરેકને લાગુ પડશે.
ડીઈઓએ શાળામાં આપેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે, પોલીસ કમિશ્નર અને અધ્યક્ષ અમદાવાદ શહેર રોડ સેફ્ટી કમિટીને ગુજરાત રોજ સેફટી ઓથોરીટી એક્ટ-2018ની કલમ-17માં જણાવ્યાં મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. જેથી નિયમનો ભંગ કરવા બદલ જે તે શૈક્ષણિક સંકુલને પ્રતિ દિવસ 500 રૂપિયા તેમજ વધુમાં વધુ 25000 રૂપિયાની મર્યાદાથી વધે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે.
હેલમેટ વિના કોઈ વ્યક્તિ કે કર્મચારી સ્કૂલમાં પ્રવેશે નહી તેના માટે શાળાની બહાર જ ‘ No Helmet No Entry ‘નું બેનર લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ અંગે એવા સવાલો પણ ઉઠયાં છે કે, અમદાવાદની શાળાઓ દ્વારા સ્કૂલના નોટિસ બોર્ડ પર સ્કૂલની ફી, વર્ગ શિક્ષકના નામ અને સંબંધીત બોર્ડની વિગતો દર્શાવવામાં ભારે ઉદાસનીતા દાખવી રહી છે. તો પછી હેલમેટ અંગેનુ બેનર લગાવશે કે કેમ તે જોવાનુ રહ્યું.