ભારતીય ટીમનો ઓપનર શીખર ધવન ઘાયલ થઇને વર્લ્ડ કપમાંથી આઉટ થયા પછી તેના સ્થાને ભારતીય ટીમમાં સામેલ થયેલા ઋષભ પંતને આવતીકાલે શનિવારે અહીં રમાનારી અફઘાનિસ્તાન સામેની મેચમાં રમાડવો કે કેમ તે અંગે ટીમ મેનેજમેન્ટ અવઢવમાં છે. જા પંતને ટીમમાં સામેલ કરવો હોય તો કોના સ્થાને તેનો સમાવેશ કરવો તે મુખ્ય ચિંતાની વાત છે.
બુધવારે પ્રેક્ટિર દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠાના ભાગે વાગ્યા પછી ઘવાયેલો વિજય શંકર જા આવતીકાલે ફીટ નહીં હોય તો પંતને તેના સ્થાને ટીમમાં સમાવી શકાશે, પણ જા તે ફીટ હશે તો પંતને રમાડવો મુશ્કેલ બની રહેશે. શંકરે ગુરૂવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો. ભારતીય ટીમે જ્યારે ગુરૂવારે નેટ પ્રેકિટસ કરી હતી ત્યારે પંતે તેમાં ભાગ લીધો હતો અને તેણે કેટલાક દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા.
આ તરફ મેચ રમાશે કે કેમ તે અંગે પણ શંકા સેવાય રહી છે, કારણ શુક્રવારે અહીં વરસાદને કારણે બંને ટીમ નેટ પ્રેકિટસથી વંચિત રહી હતી અને આવતીકાલે પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. જા કે તેમણે વરસાદની સંભાવના માત્ર બે ટકા જેટલી જ ગણાવી છે અને મેચ પુરી ૫૦-૫૦ ઓવરની રમાડવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જા કે શુક્રવારે હળવો વરસાદ પડ્યો તેનાથી ચિંતાનો માહોલ તો છે જ.
ફિટનેસ ટેસ્ટ આપીને વિજય શંકર બોલ્યો, અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની આશા
બુમરાહના યોર્કરથી ઘવાયેલા વિજય શંકરને અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની આશા છે. શંકરે અહીં ઍક શોર્ટ ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો, જેમાં તેની પાસે થોડી રનિંગ કરાવવામાં આવી હતી અને તેણે ફિઝીયો પેટ્રિક ફરહાર્ટ અને ટ્રેનર શંકર બસુની દેખરેખમાં થોડા બોલ પણ ફેંક્યા હતા. હજુ ઍ ખબલ નથી પડી કે ફિઝિયો અને ટ્રેનર તેની પ્રગતિથી ખુશ છે કે નહીં. શંકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વ્યક્તિગત રૂપે હું સારું અનુભવી રહ્યો છું તેને જ્યારે પુછાયું કે શું તું રમી શકીશ ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હાં હુ ઍવી આશા રાખું છુ.