ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે કેઍલ રાહુલ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા અહીં શાળાના બાળકો સાથે ક્રિકેટ રમીને પોતાનો સમય કાઢ્યો હતો. શાળાના બાળકો માટે આયોજીત ક્રિકેટ ક્લિનીકમાં આ તમામે હિસ્સો લીધો હતો. તેનું આયોજન આઇસીસી દ્વારા ગુરૂવાર રોઝ બાઉલ સ્ટેેડયિમમાં કરાયું હતું.
ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ પર મુકાયેલા તેના વીડિયોમાં કોહલીઍ કહ્યું હતું કે મારુ માનવું છે કે ક્રિકેટ બાળકોના જીવનમાં ચોક્કસ બદલાવ લાવી શકે છે. તે હકીકતમાં તમને ઍક માણસ તરીકે બહેતર બનાવે છે ઍવું તેણે જણાવ્યું હતું. ભારતીય ખેલા઼ડીઓએ બાળકોની સાથે થોડી મસ્તી મજાક પણ કરી હતી અને તેમની સાથે ફોટાઓ પણ પડાવ્યા હતા. સૌથી વધુ બાળકો વિરાટ કોહલી સાથે રમતા દેખાયા હતા., કોહલીએ પણ તેમની સાથે વધુ સમય ગાળ્યો હતો. કેપ્ટન કોહલીએ બાળકોની સાથે નાની બેટ વડે ક્રિકેટ રમ્યું હતું અને તે પછી તેણે એ બાળકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.