દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે, તેમની ફીના 10% સ્કોલરશીપ મળશે એટલે કે તેવા લોકો જેટલી ફી જમા કરાવશે તેમને તેટલા રૂપિયા સ્કોલરશિપ તરીકે પરત મળી જશે.
જ્યારે જે વિદ્યાર્થીઓના પરિવારોની આવક એક લાખ રૂપિયાથી અઢી લાખ રૂપિયા છે, તેમને ફીની 50% રકમ સ્કોલરશિપ તરીકે પરત મળશે. તેનાથી વધારે જેમની વાર્ષિક આવક અઢી લાખ થી 6 લાખ રૂપિયા સુધી છે તેમને ફીની 25% રકમ સ્કોલરશિપ તરીકે મળશે, દિલ્હી સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે.
આ સિવાય સરકારી શાળાના વિદ્યાર્થીઓને CBSE બોર્ડની ફી આપવી પડશે નહી. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ 1500 રૂપિયા CBSE બોર્ડની ફી આપવી પડતી હતી. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 12માં ધોરણાં ટોપ કરનારા વિદ્યાર્થીઓના સમ્માન સમારોહ દરમિયાન મનીષ સિસોદિયાએ આ જાહેરાત કરી.