આંધ્ર પ્રદેશના અમરાવતીમાં પૂર્વ સીએમ ચંદ્રાબાબૂ નાયડૂના કાર્યકાળ દરમિયા બનાવામાં આવેલ ‘પ્રજા વેદિક’ બંગલાને તોડી પાડવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ બંગલાને તોડી પાડવા આદેશ કર્યો હતો.
જો કે તેના વિરોધમાં ચંદ્રાબાબૂ નાયડૂના સમર્થકો મોટી સંખ્યામાં બંગલા પાસે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ બંગલો નિયમ વિરુધ્ધ બનાવામાં આવ્યો હતો અને તેને બનાવામાં ભ્રષ્ટાચાર થયો હતો.
આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડૂના હાથમાંથી સત્તા જતા તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. અમરાવતી સ્થિત નાયડૂના બંગલાને અડધી રાતે તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અડધી રાતે જ બંગલાનું ડિમોલિશન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ નાયડૂના બંગલા પ્રજા વેદિકાને તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. જેના વિરોધમાં મોટી સંખ્યામાં નાયડૂના સમર્થકો પ્રજા વેદિકા પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. જ્યારે બીજી તરફ, ટીડીપીએ આ કાર્યવાહીને બદલાની કાર્યવાહી ગણાવી છે.
ઉલ્લેખનીય ચે કે, ચંદ્રાબાબુ નાયડૂ લાંબી પારિવારિક રજાઓ ગાળીને પરત ફર્યા છે. મહત્વનું છે કે, ચંદ્રાબાબૂ નાયડૂને લોકસભામાં હાર મળ્યા બાદ તેમના પરિવારના સભ્યોની સુરક્ષામાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. તેમના દીકરા નારા લોકેશને મળેલી ઝેડ શ્રેણીની સિક્યુરિટી પણ હટાવી દેવામાં આવી છે.