Budget friendly Bikes: ખરાબ રસ્તાઓ માટે આ છે સૌથી મજબૂત બાઈક, કિંમત 45,990થી શરૂ
Budget friendly Bikes: જો તમે દરરોજ ખરાબ રસ્તાઓ પરથી મુસાફરી કરો છો અને શક્તિશાળી બાઇક શોધી રહ્યા છો, તો અહીં અમે તમને ભારતમાં કેટલીક બજેટ-ફ્રેન્ડલી અને મજબૂત બાઇક વિશે માહિતી આપી રહ્યા છીએ. ટુ-વ્હીલર કંપનીઓ હવે ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક સવારી પૂરી પાડવા માટે સોફ્ટ સીટ અને ભારે સસ્પેન્શનવાળી એન્ટ્રી-લેવલ બાઇક ડિઝાઇન કરી રહી છે.
1. TVS Radeon
- કિંમત: 69,000થી શરૂ
- એન્જિન: 110cc
TVS Radeon ખાસ ખરાબ રસ્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઈકમાં 109.7ccનું એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.19PSની પાવર અને 8.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.
- ARAI અનુસાર માઇલેજ: 68.6 kmpl
- સસ્પેન્શન: ટેલીસ્કોપિક ફ્રન્ટ અને હાઇડ્રોલિક રિયર સસ્પેન્શન
- વિશેષતા: લાંબી અને સોફ્ટ સીટ, જે ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક રાઈડ આપે છે.
2. Hero Splendor Plus
- કિંમત: 77,000થી શરૂ
- એન્જિન: 100cc
Hero Splendor Plus ભારતની સૌથી વધુ વેચાતી બાઈક્સમાંની એક છે. આમાં 100ccનું એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક એન્જિન છે, જે 5.9 kWની પાવર અને 8.05 Nmનો ટોર્ક આપે છે. આ ઈંજિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.
- માઇલેજ: 70 kmpl
- સસ્પેન્શન: ટેલીસ્કોપિક ફ્રન્ટ અને 5-સ્ટેપ એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન
- વિશેષતા: વધુ માઇલેજ અને મજબૂત બોડી, જે ખરાબ રસ્તાઓ પર પણ શાનદાર પ્રદર્શન કરે છે.
3. TVS XL 100
- કિંમત: 45,999થી શરૂ
- એન્જિન: 100cc
આ એક હેવી-ડ્યૂટી મોપેડ બાઈક છે, જે સામાન વાહન કરવા અને રોજબરોજના ઉપયોગ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં 99.7ccનું ફ્યુઅલ-ઈન્જેક્શન એન્જિન છે, જે 4.3 bhpની પાવર અને 6.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
- માઇલેજ: 80 kmpl
- કર્બ વેઇટ: 89 કિલોગ્રામ
- પે-લોડ કેપેસિટી: 130 કિલોગ્રામ
- સસ્પેન્શન: ટેલીસ્કોપિક ફ્રન્ટ અને હાઇડ્રોલિક રિયર સસ્પેન્શન
- વિશેષતા: ખરાબ રસ્તાઓ પર સરળતાથી ચાલે અને વધુ ઝટકા ન લાગે.
4. Kinetic e-Luna (ઇલેક્ટ્રિક વિકલ્પ)
- કિંમત: 69,990થી શરૂ
- રેંજ: 110 km
Kinetic e-Luna એક ઇલેક્ટ્રિક મોપેડ છે, જે ખરાબ રસ્તાઓ માટે પર્યાવરણસ્નેહી અને સસ્તું વિકલ્પ છે. આનું ડિઝાઇન TVS XL 100 સાથે મળતું આવે છે.
- બેટરી પેક: 1.7kWh અને 2kWh વિકલ્પ
- સિંગલ ચાર્જ પર રેંજ: 110 કિલોમીટર
- ચાર્જિંગ સમય: 4 કલાક
- ટોપ સ્પીડ: 50 kmph
- સસ્પેન્શન: ટેલીસ્કોપિક ફ્રન્ટ અને હાઇડ્રોલિક રિયર શોક એબ્ઝૉર્બર
- વિશેષતા: પેટ્રોલ બાઈક્સ કરતાં ઓછી મેન્ટેનન્સ અને વધુ સસ્તું ચલાવવાનું (10 પૈસા પ્રતિ કિ.મી.).