અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલ માણતા આઠ જેટલા નબીરાઓને ઝડપ્યા છે. રાજપથ ક્લબની પાછળ આવેલા બોગસોસા નબીરાઓની દારૂ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા. જન્મદિવસની પાર્ટી માટે એકત્રિત થયેલ મિત્રોઍ દારુનુ સેટીંગ કરી મેહફિલનુ આયોજન કર્યુ હતું. બોગારોસાના હેડ ઓ સ્ટેટ બેન્વેક્ટ હોલમાં દારૂની મહેફિલ માણી નબીરાઓ ધમાલ મચાવી રહ્યા હતા. જ્યાંથી પોલીસે મોંઘી બ્રાંડની દારૂની બોટલો જપ્ત કરીને કાર્યવાહી કરી છે.
