ઈસરોએ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ના નામથી એક કંપની બનાવી છે. તેનું મુખ્યકામ રિસર્ચ અને ગતિવિધિઓને આગળ વધારવાનું છે. ઈસરો વ્યવસાયિક રીતે તેનો ઉપયોગ કરશે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિશેની માહિતી આપી છે.

રાજ્યમંત્રીએ કહ્યું એનએસઆઈએલ ઈસરો માટે વ્યવસાયિક રીતે સ્પેસ એજન્સીના રિસર્ચ અને વિકાસનું કામ કરશે. તે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) બનાવશે, તે સાથે જ કંપની સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (એસએસએલવી) દ્વારા ઉપગ્રહને લોન્ચ પણ કરશે. કંપની ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વધતી જરૂરિયાતોને પૂરી કરવા હાઈ ટેક્નોલોજીનું નિર્માણ કરશે.

રાજ્યમંત્રીએ કહ્યું NSIL ઈસરો માટે વ્યવસાયિક રીતે સ્પેસ એજન્સીના રિસર્ચ અને વિકાસનું કામ કરશે. તે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી) બનાવશે, તે સાથે જ કંપની સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (એસએસએલવી) દ્વારા ઉપગ્રહને લોન્ચ પણ કરશે. કંપની ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની વધતી જરૂરિયાતોને પૂરી કરવા હાઈ ટેક્નોલોજીનું નિર્માણ કરશે.

NSIL ઈસરો માટે દેશ અને વિદેશથી ટેક્નોલોજી ટ્રાન્સફર અને અન્ય માધ્યમો દ્વારા કમાણી કરશે. કંપની આ વર્ષે 6 માર્ચના રોજ શરૂ કરવામાં આવી છે. આ કંપનીનો હેતુ ઈસરોનું રિસર્ચ અને વિકાસ ગતિવિધિઓનો આંકડાકિય ઉપયોગ કરવાનો છે. NSIL અંતરિક્ષ ક્ષેત્રે ભારતીય ઉદ્યોગોને આગળ વધારશે. કંપનીની શરૂઆત 100 કરોડ મુડી સાથે કરવામાં આવી છે. એન્ટ્રિક્સ લિમિટેડ અસરોનો એક અન્ય સાર્વજનિક ઉપક્રમ છે જે વાણિજ્યિક શાખા તરીકે કામ કરે છે.