Cup Cake Recipe: હવે મિનિટોમાં બનાવો ટેસ્ટી ચોકલેટ કપકેક!
Cup Cake Recipe: જો તમને ક્યારેય અચાનક કેક ખાવાનું મન થાય, તો ઝડપથી 1 મિનિટમાં ચોકલેટ કપકેક બનાવો. આ રેસીપી સરળ છે અને બાળકોને પણ ગમશે.
કપકેક બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 4 ચમચી મેદો
- ૩ ચમચી પાઉડર ખાંડ
- ૧ ચમચી કોકો પાવડર
- ¼ ચમચી બેકિંગ પાવડર
- 2 ચપટી ખાવાનો સોડા
- ૧ ચમચી માખણ અથવા તેલ
- કન્ડેન્સ્ડ મિલ્ક (બેટર બનાવવા માટે)
કપકેક બનાવવાની રીત
- એક બાઉલમાં મેંદો, ખાંડ પાવડર, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને માખણ/તેલ ઉમેરો અને મિક્સ કરો.
- હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરો અને સ્મૂધ બેટર તૈયાર કરો.
- તૈયાર કરેલા બેટરને માઇક્રોવેવ સેફ કપમાં રેડો.
- કપને માઇક્રોવેવમાં મૂકો અને સામાન્ય મોડ પર 1 મિનિટ માટે રાંધો.
- ટૂથપીક નાખીને ચેક કરો, જો ટૂથપીક સાફ નીકળે તો કેક તૈયાર છે.
- ઉપર ચોકલેટ સીરપ અથવા ઓગાળેલી ચોકલેટ રેડો અને સર્વ કરો.
બસ! તમારા ઇન્સ્ટન્ટ ચોકલેટ કપકેક તૈયાર છે.