Redmi Kids Smartwatch: Redmiએ લોન્ચ કરી પોતાની પ્રથમ કિડ્સ સ્માર્ટવોચ, 5MP કેમેરા, 4GB સ્ટોરેજ અને 3 દિવસની બેટરી લાઈફ!
Redmi Kids Smartwatch: Redmiએ બાળકો માટે પોતાની પહેલી Redmi Kids Smartwatch સત્તાવાર રીતે લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ 1.68 ઇંચ ડિસ્પ્લે, 5MP ફ્રન્ટ કેમેરા અને 4G કનેક્ટિવિટી સાથે આવે છે. કંપની દાવો કરે છે કે આ 20 મીટર ઊંડા પાણીમાં પણ કામ કરી શકે છે. વોચમાં 950mAh બેટરી છે, જે એકવાર ચાર્જ કરવાથી 3 દિવસ સુધી ચાલે છે. ચાલો, જાણીએ તેની કિંમત અને ખાસિયતો વિશે.
Redmi Kids Smartwatchની કિંમત
- 499 યુઆન (લગભગ 6,000)
- 24 માર્ચથી વેચાણ શરૂ
- JD.com પરથી ખરીદી શકાશે
Redmi Kids Smartwatchના ફીચર્સ
- ડિસ્પ્લે: 1.68-ઇંચ સ્ક્રીન, 360×390 પિક્સલ રિઝોલ્યુશન, 315 PPI પિક્સલ ડેન્સિટી
- કેમેરા: 5MP ફ્રન્ટ કેમેરા, વિડિયો કોલિંગ અને ફોટોગ્રાફી માટે
- બેટરી: 950mAh લિથિયમ બેટરી, 3 દિવસ સુધી ચાલે
- કનેક્ટિવિટી: 4G સપોર્ટ, GPS, Beidou, Wi-Fi, A-GPS અને AI પોઝિશનિંગ સિસ્ટમ
- વોટર પ્રૂફ: 20 મીટર સુધી પાણીમાં કાર્યરત (સ્નાન અને તરણ વખતે ન પહેરવા સલાહ)
- સ્ટોરેજ: 4GB ઇન્ટરનલ સ્ટોરેજ
- સેફટી ફીચર્સ: 90 દિવસ સુધીની લોકેશન હિસ્ટરી સ્ટોર કરવાની ક્ષમતા
- સ્માર્ટ ફીચર્સ: WeChat સપોર્ટ, એજ્યુકેશનલ એપ્સ, કસ્ટમ વોચફેસ, મલ્ટીપલ સ્પોર્ટ્સ મોડ અને K12 એક્સરસાઈઝ સિસ્ટમ
Redmi Kids Smartwatch બાળકો માટે સેફટી, કમ્યુનિકેશન અને ફિટનેસ સાથેનું એક આદર્શ ટેક ડિવાઈસ સાબિત થઈ શકે છે!