મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાતે ત્રણ જગ્યાએ દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. આ ત્રણ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
દિવાલ ધરાશાયી બનવાની ઘટના મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઇસ્ટમાં 12 લોકોનાં મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે. જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ધરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યાં છે.
જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ધરાશયી થઇ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ ત્રણેય ઘટના અડધી રાતે થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.