Vivo Y19e: 50MP કેમેરા, 5500mAh બેટરી સાથે Vivo Y19e લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Vivo Y19e: Vivoએ તેની Y સીરીઝમાં નવો સ્માર્ટફોન Vivo Y19e બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોન Unisoc T7225 પ્રોસેસર સાથે આવે છે અને તેમાં 13MP AI સપોર્ટેડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ઉપરાંત, ફોનમાં 6.74-ઇંચ ડિસ્પ્લે અને 5,500mAh બેટરી છે. અહીં અમે Vivo Y19eના ફીચર્સ, સ્પેસિફિકેશન્સ અને કિંમત વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
Vivo Y19eની કિંમત
Vivo Y19eના 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,999 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન મેજેસ્ટિક ગ્રીન અને ટાઇટેનિયમ સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તે Flipkart, Vivo India e-store અને રિટેલ સ્ટોર્સ મારફતે ખરીદી શકાય છે.
Vivo Y19eના સ્પેસિફિકેશન્સ
- ડિસ્પ્લે: 6.74-ઇંચ HD+ LCD, 720×1600 પિક્સલ
- પ્રોસેસર: ઑક્ટા-કોર Unisoc T7225
- રેમ અને સ્ટોરેજ: 4GB RAM + 64GB ઈનબિલ્ટ સ્ટોરેજ
- બેટરી: 5,500mAh, 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
- ઓપરેટિંગ સિસ્ટમ: Android 14 બેઝ્ડ FunTouch OS 14
- ડાયમેન્શન: 167.3 x 76.95 x 8.19 મિમી, વજન 199 ગ્રામ
- સિક્યુરિટી: સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર
- સર્ટિફિકેશન: IP64 રેટિંગ, SGS અને મિલિટરી-ગ્રેડ શૉક રેઝિસ્ટન્સ
કેમેરા સેટઅપ
- રિયર કેમેરા:
- 13MP (f/2.2 અપર્ચર) પ્રાઇમરી કેમેરા
- 0.08MP (f/3.0 અપર્ચર) સેકન્ડરી કેમેરા
- ફ્રન્ટ કેમેરા:
- 5MP (f/2.2 અપર્ચર) સેલ્ફી કેમેરા
- કેમેરા ફીચર્સ: AI Erase, AI Photo Enhance અને અન્ય AI આધારિત ટૂલ્સ
કનેક્ટિવિટી અને સેન્સર્સ
- કનેક્ટિવિટી: Bluetooth 5.2, FM રેડિયો, GPS, OTG, Wi-Fi
- સેન્સર્સ: એક્સેલેરોમિટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઈ-કંપનીસ, પ્રોક્સિમિટી સેન્સર
Vivo Y19e તેના મજબૂત બેટરી બેકઅપ, AI કેમેરા ફીચર્સ અને આકર્ષક ડિઝાઇન સાથે બજેટ શ્રેણીમાં એક સારો વિકલ્પ બની શકે છે. જો તમે સસ્તા સ્માર્ટફોનની શોધમાં છો, તો આ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.