સોમવારથી શરૂ થયેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડનમાં પુરૂષ વિભાગમાં નંબર વન નોવાક જાકોવિચ અને 7મી ક્રમાંકિત મહિલા ખેલાડી સિમોના હાલેપે પોતપોતાની પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ બંને ઉપરાંત મહિલા સિંગલ્સમાં સ્વીતોલીના, હીથર વોટ્સન, પ્લીસકોવા, કોન્ટાવેટ, કિઝ પણ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી તો પુરૂષ સિંગલ્સમાં ખચાનોવ, બાટિસ્ટા, ઍન્ડરસન, વાવરિંકાઍ પણ પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો.
રૂષ સિંગલ્સમાં જાકોવિચે જર્મનીના ફિલીપ કોલશ્રાઇબર સામે 6-3,7-5,6-3થી વિજય મેળવીને આગેકૂચ કરી હતી. આ તરફ તેના પહેલા ચોથા ક્રમાંકિત કેવિન ઍન્ડરસને હર્બર્ટને સીધા સેટમાં 6-3, 6-4, 6-2થી જ્યારે 10માં ક્રમાંકિત ખચાનોવે ક્વોન સામે ચાર સેટની લડત લડીને 7-6, 6-4, 4-6, 7-5થી વિજય મેળવ્યો હતો. 22માં ક્રમાંકિત સ્ટાન વાવરિંકાઍ બમેલમેન્સ સામે સીધા સેટમાં ૬-૩, ૬-૨, ૬-૨થી જ્યારે ૨૩માં ક્રમાંકિત બાટિસ્ટાઍ ગોઝોનિક સામે સીધા સેટમાં ૬-૩, ૬-૨, ૬-૩થી વિજય મેળવ્યો હતો.
હિલા સિંગલ્સમાં 7મી ક્રમાંકિત સિમોના હાલેપે ઍલેકઝાન્ડ્રા સેસ્નોવિચને 6-4, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેના પહેલા ત્રીજી ક્રમાંકિત કેરોલિના પ્લિસકોવાઍ ઝૂ લિનને 6-2, 7-6થી, 8મી ક્રમાંકિત ઍલિના સ્વિતોલિનાઍ દારિયા ગવરીલોવાને 7-5, 6-0થી, તો 17મી ક્રમાંકિત મેડિસન કિઝે કુમખુમને 6-3, 6-2થી, જ્યારે હિથર વોટ્સને મેકેનલીને 7-6, 6-2થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.