બાંગ્લાદેશ સામેની મેચમાં મંગળવારે અહીં રોહિત શર્મા અને કેઍલ રાહુલે મળીને 180 રનની ઓપનીંગ ભાગીદારી કરીને ભારતીય ટીમ વતી કોઇ પણ વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ભાગીદારીમાં રોહિતે 104 રન તો રાહુલના 71 રન રહ્યા હતા.
વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો, જે આ બંનેઍ મળીને 2015ના વર્લ્ડ કપમાં હેમિલ્ટન ખાતે આયરલેન્ડ સામેની મેચમાં 174 રન કરીને બનાવ્યો હતો. વર્લ્ડ કપમાં સર્વાધિક ઓપનીંગ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના ઉપુલ થારંગા અને તિલકરત્ને દિલશાનના નામે છે. આ બંનેઍ 2011ના વર્લ્ડ કપમાં 282 રનની ભાગીદારી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ઍ મેચમાં બંને બેટ્સમેને સદી ફટકારી હતી.
વર્લ્ડ કપમાં ભારત વતી નોંધાયેલી સર્વાધિક રનની ઓપનીંગ ભાગીદારીઓ
ઓપનીંગ જોડીદારો હરીફ ટીમ ભાગીદારી મેદાન વર્ષ
રોહિત-રાહુલ બાંગ્લાદેશ 180 ઍજબેસ્ટન 2019
રોહિત-ધવન આયરલેન્ડ 174 હેમિલ્ટન 2015
સચિન-જાડેજા કેન્યા 163 કટક 1996
સચિન-સેહવાગ શ્રીલંકા 153 જોહનીસબર્ગ 2003