IPL 2025: Jio, Vi અને Airtelના યુઝર્સ ફ્રીમાં IPL 2025 જોઈ શકે છે, જાણો કેવી રીતે?
IPL 2025: જો તમે Jio, Vi અથવા Airtelના યુઝર છો, તો IPL 2025ના રોમાંચક મેચો એક્સ્ટ્રા પૈસા ખર્ચ કર્યા વિના ફ્રીમાં જોઈ શકશો. હવે તમને JioHotstarનું સબ્સ્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી. Jio, Airtel અને Vi તેમના કેટલાક પ્રીપેડ પ્લાન્સ સાથે JioHotstarનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યાં છે, જેથી તમે તમારા મોબાઇલ પર IPLનો આનંદ મફતમાં માણી શકો. ચાલો જાણીએ એ ખાસ પ્લાન વિશે, જેનાથી તમે IPL 2025 ફ્રીમાં જોઈ શકો.
Jio યુઝર્સ માટે IPL 2025 ફ્રીમાં જોવાનો ઉપાય
જો તમે Jio યુઝર છો, તો 949ના પ્લાન સાથે JioHotstarનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનમાં ડેટા અને કોલિંગની સુવિધા પણ મળશે.
જો તમારા પાસે પહેલેથી જ કોઈ એક્ટિવ પ્લાન છે, તો તમે 100ના ડેટા પૅક સાથે પણ JioHotstarનો ફ્રી ઍક્સેસ મેળવી શકો.
100ના પ્લાન સાથે 5GB ડેટા મળશે, જેની મયાદ 90 દિવસ હશે.
જો કે, આ પ્લાનમાં કોલિંગ અને SMS સુવિધા નથી.
Vi યુઝર્સ માટે IPL સ્ટ્રીમિંગ ઑફર
Vi તેના યૂઝર્સ માટે 101ના ખાસ પ્લાનમાં JioHotstarનું 3 મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
આ પ્લાનમાં 5GB ડેટા પણ મળશે, જેથી તમે કોઈ વિક્ષેપ વિના તમારા સ્માર્ટફોન પર IPL સ્ટ્રીમ કરી શકો.
જો કે, આ પ્લાનમાં કોલિંગની સુવિધા ઉપલબ્ધ નથી.
Airtel યુઝર્સ માટે IPL 2025 ફ્રીમાં જોવાનો માર્ગ
Airtel પણ 549ના પ્લાન સાથે JioHotstarનું 3 મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
આ પ્લાનમાં ડેટા અને કોલિંગ બેનિફિટ્સ પણ મળશે.
Airtel પાસે 100 અને 195ના બે સસ્તા પ્લાન પણ છે, જેમાં JioHotstarનું સબ્સ્ક્રિપ્શન મળે છે.
100ના પ્લાનમાં 5GB ડેટા અને 30 દિવસ માટે JioHotstar મફત સબ્સ્ક્રિપ્શન મળશે.
195ના પ્લાનમાં 15GB ડેટા અને 90 દિવસ માટે JioHotstar મફત ઍક્સેસ મળશે.
જો તમે IPL 2025 ફ્રીમાં જોવાનું પ્લાન બનાવી રહ્યા છો, તો આ પ્રીપેડ પ્લાનમાંથી કોઈ એક પસંદ કરી શકો. જો કે, પ્લાનની ઉપલબ્ધતા અને શરતો સમયાંતરે બદલાય શકે છે, તેથી તમારા સર્વિસ પ્રોવાઇડરની વેબસાઇટ પર અપડેટ્સ તપાસવાનું ભૂલશો નહીં.