વર્લ્ડ કપ 2019મા મંગળવારના રોજ ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી. રોહિતે 92 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 104 રન બનાવ્યા. આ દરિમયાન તેનો એક છગ્ગો દર્શકોમાં બઠેલી એક યુવતીને વાગ્યો હતો અને તેને નજીવી ઇજા થઇ હતી. રોહિત શર્માએ તેને મેચ પછી એક ગિફ્ટ આપીને ખુશ કરી દીધી હતી.
બર્મિંઘમમાં ભારત અને બાંગ્લાદેશની મેચમાં રોહિત શર્માએ સિક્સર ફટકારી હતી ત્યારે બોલ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી મીના નામની ભારતીય ફેનને લાગ્યો. તેનો લાઇવ વીડિયો સ્ટેડિયમની સ્ક્રીન પર પણ દેખાડાયો હતો. જો કે તે સમયે રોહિતનું એ તરફ ધ્યાન ગયું નહોતું પણ જયારે મેચ પુરી થઇ ત્યારે તેને કોઇએ આ માહિતી આપતા રોહિત શર્માએ પોતાના ઓટોગ્રાફવાળી પીળા રંગની હેટ મીનાને ગિફ્ટ કરી હતી.
She got hit by a @ImRo45 maximum and the opener was kind enough to check on her and give her a signed hat.#CWC19 pic.twitter.com/KqFqrpC7dS
— BCCI (@BCCI) July 2, 2019
હેટ ગિફ્ટ કરતાં સમયે રોહિતે મીનાને કેચ કઇ રીતે પકડી શકાય કે જેથી ભવિષ્યમાં કોઇવાર તેની પાસે આ રીતે બોલ આવે તો કેવી રીતે બચાય તેનો થોડો ડેમો બતાવીને તેની સાથે થોડી હસી-મજાક પણ કરી હતી. હેટ મળતા જ મીના ખૂબ ખુશ હતી.બીસીસીઆઇએ પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર રોહિત અને મીનાનો એક ફોટો શેર કરાયો હતો..