હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે ત્યારે ભારતીય ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા નિવૃત્તિ લેવાની વાતોઍ પણ જાર પકડ્યું છે. આ મામલે કોઇઍ સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પણ મહેન્દ્ર સિંહ ધોની પોતે જાતે જ ઍવા સંકેત આપી રહ્યો છે કે જેનાથી ઍવું લાગી રહ્યું છે કે તે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઇ રહ્યો છે.
ધોનીને તેની સમગ્ર કેરિયર દરમિયાન તેનું સમર્થન કરનારા કે તેને સ્પોન્સર કરનારી કંપનીઅોનો અલગ રીતે આભાર માનવાનું શરૂ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. હાલના વર્લ્ડકપમાં ધોની દ્વારા ઉપયોગમાં લેવાતી બેટ પર જા નજર નાંખવામાં આવે તો ઍવું લાગે છે કે તે સામે ચાલીને ઍવો સંકેત આપી રહ્યો છે કે તે વર્લ્ડકપ પછી નિવૃત્ત થઇ રહ્યો છે.
ધોનીઍ પોતાની કેરિયર દરમિયાન ઘણી બ્રાન્ડ્સની બેટનો ઉપયોગ કર્યો છે. આ તમામ બ્રાન્ડ્સે ધોનીને તેની કેરિયર દરમિયાન સ્પોન્સર કર્યો છે. સામાન્યપણે કોઇ ઍક સિરીઝ કે કોઇ ઍક ટુર્નામેન્ટ કે કોઇ ઍક વર્ષ દરમિયાન કોઇ ઍક જ બ્રાન્ડની બેટ ખેલાડીઅો વાપરે છે પણ ધોની આ વર્લ્ડકપમાં અલગઅલગ બ્રાન્ડની બેટ સાથે રમતો જાવા મળે ત્યારે ઍવું લાગે છે કે ઍ તમામ બ્રાન્ડ્સનો તે આભાર માની રહ્યો છે કે જેમણે તેને શરૂઆતથી અત્યાર સુધી સમર્થન આપ્યું છે.
તેના નજીકના મિત્ર અરુણ પાંડેઍ કહ્યું હતું કે ઍ સાચી વાત છે કે ધોની વર્લ્ડકપમાં અલગઅલગ બ્રાન્ડની બેટથી રમતો જાવા મળે છે, પણ તે તેમની પાસે તેના માટે હાલમાં કોઇ કિમંત નથી વસુલી રહ્યો. તે પોતાની કેરિયરના વિવિધ તબક્કામાં આ તમામ દ્વારા કરાયેલી મદદ માટે તેમનો આભાર માનવા માગે છે. તેને હવે પૈસાની જરૂર નથી. આ બેટનો ઉપયોગ તે સદભાવના તરીકે કરી રહ્યો છે.