ભૂત-પ્રેત અને આત્માઓ આજે પણ લોકો માટે એક રહસ્ય બની ગયું છે. ઘણા લોકો છે જે તેની ઉપર આંખો મીચીને વિશ્વાસ કરે છે અને થોડા લોકો એવા પણ છે. જેમનું કહેવું છે કે એવી કોઈ વસ્તુ નથી હોતી. આમ તો તેનું અસ્તિત્વ ખરેખરમાં છે કે નથી, તેના વિષે કહેવું મુશ્કેલ છે, સમય સમય પર આપણી સામે ઘણા એવા કિસ્સા અને વાતો આવતા રહે છે. જે ભૂત-પ્રેત અને આત્માની વાતને સાચી સાબિત કરે છે. તે જોયા પછી વિશ્વાસ થઇ જાય છે કે હોય ન હોય એવી વસ્તુ હોય છે.
આપણી આજુબાજુ કેવી એવી વસ્તુ અને સ્થળો રહેલા છે, જેના વિષે કહેવામાં આવે છે કે તે શાપિત અને ભૂતિયા છે. એવા સ્થળો ઉપર લોકોને જવા માટે પણ પ્રતિબંધ કરવામાં આવે છે. ઘણા લોકો ત્યાં પ્રતિબંધ હોવા થી નથી જતા. જોકે ઘણા જતા રહે છે. જે આવા સ્થળો ઉપર જાય છે, તે ક્યારેય પાછા પણ નથી આવતા. આજે અમે તમને એક એવા સ્થળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે એક ભૂતિયા વાર્તા પ્રચલિત છે. આ સ્થળે જવા વાળા કોઈ પાછા નથી આવી શકતા.
સાંજ થતા જ જવા ઉપર પ્રતિબંધ છે લોકોને :
અમે જે ભૂતિયા મહેલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ , તે ક્યાય બીજે નહિ પરંતુ દિલ્હીમાં જ આવેલું છે. આ મહેલનો ભય લોકોના મનમાં એવી રીતે બેસી ગયો છે કે લોકો અહિયાં જવાથી દુર રહે છે. આ મહેલનું નામ ભૂલી ભાટિયારી મહેલ છે. જાણકારી મુજબ તુગલક વંશના સુફી સંત બલ-અલી-બકથીયારીના નામ ઉપર આ સ્થળનું નામ રાખવામાં આવેલું છે. આ મહેલ દિલ્હીમાં કરોલ બાગમાં બગ્ગા લીંકથી જતા રોડથી એક વેરણ જંગલમાં આવેલી છે. આ સ્થળ ઉપર સાંજ થતા જ લોકોને જવા ઉપર પ્રતિબંધ છે.
એટલા માટે અહિયાં એક બોર્ડ પણ લગાવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે સુર્યાસ્ત પછી અહિયાં પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. દિલ્હી પોલીસ સાંજ થતા જ આ મહેલ તરફ જવા વાળા રોડની ભીડ ઉપર બેરીકેડસ લગાવીને રસ્તો રોકી દે છે. કહેવામાં આવે છે કે જે જગ્યા ઉપર આ બોર્ડ લગાવ્યું છે. ત્યાં જરૂર કોઈ નકારાત્મક શક્તિનો કબજો છે. ત્યારે તો આ સ્થળ ઉપર કોઈ ચોકીદાર નથી. જો કોઈ પણ ચોકીદાર ત્યાં મુકવામાં આવે છે તે એક રાતથી વધુ રોકાઈ નથી શકતા.
જીવનભર ભટકવા માટે છોડી દીધી રાણીને :
લોકોને સાંજ ઢળ્યા પછી જવા માટે અટકાવવા માટે આ સ્થળ ઉપર એક બોર્ડ લગાવ્યું છે, જેની ઉપર લખ્યું છે, સાંજ ઢળ્યા પછી અંદર જવા ઉપર પ્રતિબંધ છે. આ મહેલ વિષે ઘણી વાતો પ્રચલિત છે. કહેવામાં આવે છે કે તુગલક વંશના કોઈ એક રાજાએ પોતાની રાણી સાથે ખુબ પ્રેમ હતો. એક વખત તે સ્થળ ઉપર શિકાર કરવા રાજાએ પોતાની રાણીને કોઈ બીજી વ્યક્તિ સાથે જોઈ લીધા. ત્યાર પછી રાજાએ પોતાની રાણીને ગુસ્સે થઈને તે મહેલમાં જીવનભર ભટકવા માટે છોડી દીધી. આ સ્થળ ઉપર ભટકતા-ભટકતા રાણીનું મૃત્યુ પણ થઇ ગયું.
જે પણ જાય છે મહેલમાં નથી આવતા જીવતા :
કહેવામાં આવે છે કે ત્યારથી રાણીની અતૃપ્ત આત્મા આ સ્થળ ઉપર ભટકી રહી છે. અહિયાં ઘણા લોકો એ પેરાનોર્મલ એક્ટીવીટી પણ જોઈ છે. ઘણા લોકો એ પારલોકિક શક્તિઓનો પણ મહેસુસ કરી છે. આ મહેલ વિષે કહેવમાં આવે છે કે રાતના સમયે જો કોઈ આ મહેલમાં જાય છે. તે જીવતા પાછા ફરીને નથી આવી શકતા.