સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચેલી ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીએ સંસદમાં તેમને મળ્યા બાદ તેમના માટે એક ગીત સમર્પિત કર્યુ. PM મોદી સાથે મુલાકાત બાદ જ્યારે ગીતા રબારી સસંદમાંથી બહર નીકળ્યા તો તેમણે જણાવ્યું કે હું પહેલીવાર તેમને બાળપણમાં શાળામાં મળી હતી.

મે તેમની માટે સ્કુલમાં પણ ગીત ગાયું હતું. તેમણે મને ઈનામમાં 250 રૂપિયા આપ્યા અને મને ભણવાનું કહ્યું હતું. ગીતા રબારીએ જણાવ્યું કે અમે જંગલમાં રહેનાર માલધારી લોકો છીએ, મારા પિતાને પોસ્ટ કાર્ડ દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો પત્ર મળ્યો હતો જે બાદ પ્રેરિત થઈને મારા પિતાજીએ મને સ્કુલ મોકલી હતી
ગીતા રબારીએ સમગ્ર ગીત ગુજરાતીમાં ગાયું. તેમણે સંસદની બહાર નીકળીને PM મોદીના ખૂબ વખાણ કર્યા. પોતાના સુંદર અવાજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક સુંદર ગીત ગાયું.

PM મોદીના કાર્ય અને મહેનતના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું વડાપ્રધાન મોદીએ દેશના લોકોને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કર્યા.