New Tata Sierra: સેફ્ટીમાં મજબૂત ટાટાની આ SUV ફરી થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
New Tata Sierra: ટાટા મોટર્સ ફરી એકવાર નવી ટાટા સીએરા (Tata Sierra) SUVને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારની સતત ટેસ્ટિંગ ચાલી રહી છે અને તેને પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક અવતારમાં લાવવામાં આવશે. તાજેતરમાં આ SUV ને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી, આ પહેલા તેને ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. ટાટાના Gen2 EV પ્લેટફોર્મ પર બનેલી આ SUV એપ્રિલ 2025માં લોન્ચ થઈ શકે છે. આ કાર ઓન-રોડ અને ઓફ-રોડ ડ્રાઇવિંગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
એડવાન્સ સેફ્ટી ફીચર્સ
ટાટા મોટર્સની કારો સેફ્ટી માટે જાણીતી છે, અને નવી Sierra પણ તે જ પરંપરાને આગળ વધારશે. તેમાં મળી શકે છે-
- 6 એરબેગ્સ
- એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS)
- 360-ડિગ્રી કેમેરા
- ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC)
- Level-2 ADAS (Advanced Driver Assistance System)
ઇન્ટિરિયર અને ટેક્નોલોજી ફીચર્સ
નવી Sierra માં ડ્રાઈવર અને પેસેન્જર માટે 3 સ્ક્રીન મળી શકે-
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
- સેન્ટ્રલ ટચસ્ક્રીન
- પેસેન્જર સાઇડ ટચસ્ક્રીન
- બધી સ્ક્રીન 12.3 ઈંચની હોઈ શકે છે
તે ઉપરાંત, તેમાં મળશે-
- પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
- પેનોરામિક સનરૂફ
- વાયરલેસ ફોન ચાર્જર
- Android Auto અને Apple CarPlay સપોર્ટ
- વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ
મજબૂત એન્જિન વિકલ્પો
નવી Tata Sierra માં બે એન્જિન વિકલ્પો મળી શકે-
- 1.5 લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન (170hp પાવર અને 280 Nm ટોર્ક)
- 2.0 લીટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે
- ટ્રાન્સમિશન માટે તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ મળશે.
- AWD (ઓલ-વ્હીલ ડ્રાઈવ) ટેક્નોલોજી સપોર્ટ પણ હોઈ શકે.
કિંમત અને લોન્ચ તારીખ
- ભારતમાં Tata Sierraની શરૂઆતની કિંમત આશરે 10.50 લાખ હોઈ શકે.
- તે એપ્રિલ 2025માં લોન્ચ થવાની શક્યતા છે.
જો તમે એક સેફ, મજબૂત અને એડવાન્સ SUV શોધી રહ્યા છો, તો ટાટા સીએરા તમારા માટે એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે!