ભાવ વધારાની માંગ સાથે પાંડેસરાના લૂમ્સ કારખાનાઓમાં તોડફોડ અને હંગામો; 5-7 કારખાનાઓ બાનમાં!
પાંડેસરા સ્થિત એક લૂમ્સ કારખાનામાં કારીગરોએ ભાવ વધારાની માંગને લઈને હંગામોં મચાવી દીધું. કારીગરો દ્વારા દર મીટર કપડામાં 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ કરવામાં આવી હતી.
આમની માંગણી સંતોષવા માટે કારીગરોએ 5 થી 7 લૂમ્સ કારખાનાઓમાં પ્રવેશ કર્યો અને કારખાનામાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામોં ચલાવ્યું. સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ કેદ થયો છે.
પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને તત્કાળ તપાસ શરૂ કરી. CCTV ફૂટેજના આધારે હંગામોં કરનાર કારીગરને ઓળખી પોલીસ તપાસ આગળ વધારી રહી છે.
બીજી બાજુ, કામદારોની ફરિયાદોને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. કારખાના સંચાલકો પ્રમાણે, કારખાનાનું કામ ટૂંક સમયમાં પુનઃ શરૂ થવાની આશા છે.
