Neha Kakkar ના 3 કલાક મોડા આવવાના કિસ્સાનો આયોજકોએ કર્યો પર્દાફાશ!
Neha Kakkar: નેહા કક્કરના ઓસ્ટ્રેલિયા કોન્સર્ટ પરનો તાજેતરનો વિવાદ હવે એક નવા વળાંક પર પહોંચી ગયો છે. આ તાજેતરના કોન્સર્ટમાં, ગાયિકા 3 કલાક મોડી પહોંચી, જેના પછી તેણીને ટ્રોલ કરવામાં આવી. નેહાએ આ માટે આયોજકોને દોષી ઠેરવ્યા હતા, પરંતુ હવે આયોજકોએ તેના દાવાઓને ખોટા સાબિત કરવા માટે પુરાવા રજૂ કર્યા છે.
બીટ્સ પ્રોડક્શને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે હોટલના રૂમ બિલ અને ફૂડ બિલની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોન્સર્ટ પછી, નેહા બહાર આવે છે અને ચાહકોને મળે છે અને એક મોટા કાફલામાં કારમાં બેસે છે. આ વિડીયો અને બિલ નેનેહાના એ આરોપોને રદિયો આપે છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમને યોગ્ય હોટેલ અને પરિવહન સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી.
View this post on Instagram
આ ઉપરાંત, પ્રોડક્શન હાઉસે નેહા અને તેના સ્ટાફ પર તે હોટલના રૂમમાં સિગારેટ પીવાનો પણ આરોપ લગાવ્યો છે જ્યાં આમ કરવાની મનાઈ હતી.
હવે આ વિવાદ બાદ, નેહા કક્કડ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફરી ટીકાઓનો દોર શરૂ થયો છે. ચાહકોએ ફરી એકવાર નેહા પર સવાલો ઉઠાવ્યા છે અને તેના જુઠ્ઠાણા ખુલ્લા પડવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
View this post on Instagram
આ મામલો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે, અને ચાહકોએ પણ નેહાના દાવા અને વીડિયો જોયા પછી તેનો ખુલાસો કર્યો છે.