ઍજબેસ્ટનમાં રમાયેલી વર્લ્ડકપની બીજી સેમી ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરીને ઇતિહાસ રચવાની સાથે 27 વર્ષના લાંબાગાળા પછી વર્લ્ડકપની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઇંગ્લેન્ડના બોલરોઍ પહેલા ઓસ્ટ્રેલિયાને 223 રનમાં ઓલઆઉટ કર્યા પછી જેસન રોય અને જોની બેયરસ્ટોની શતકીય ભાગીદારીના પ્રતાપે ઇંગ્લેન્ડે 31.1 ઓવરમાં જ 2 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને ઓસ્ટ્રોલિયાને 8 વિકેટે કારમી પછડાટ આપી હતી. ઇંગ્લેન્ડની ટીમ 1992 પછી પહેલીવાર વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી છે.
224 રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડને જોની બેયરસ્ટો અને જેસન રોયે ફરી ઍકવાર જારદાર શરૂઆત અપાવી હતી અને બંનેઍ મળીને 17.2 ઓવરમાં 124 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાની સંભાવના સામે મોટો અવરોધ ઊભો કર્યો હતો. આ સ્કોર પર બેયરસ્ટો 34 રન કરીને આઉટ થયો હતો. તે પછી જેસન રોય પણ 65 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 85 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 147/2 થયો હતો. અહીંથી બાકીનું કામ જો રૂટ અને ઇયોન મોર્ગને પુરું કર્યુ હતું. રૂટ 46 બોલમાં 49 અને ઇયોન મોર્ગન 39 બોલમાં 45રન કરીને નોટઆઉટ રહ્યા હતા અને ઇંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાઍ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી તેમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્કોર બોર્ડ પર 14 રન હતા ત્યારે કેપ્ટન ઍરોન ફિન્ચ 00 અને ડેવિડ વોર્નર 9 તેમજ પીટર હેન્ડ્સકોમ્બ 4 રન કરીને આઉટ થઇ ગયા હતા. અહીંથી સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર બેટ્સમેન ઍલેક્સ કેરીઍ બાજી સંભાળી હતી. બંનેઍ મળીને 103 રનની ભાગીદારી કરી હતી. આર્ચરના બોલે ઘાયલ થવા છતાં કેરીઍ 70 બોલમાં 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને આઉટ થયો તે પછી સ્ટોઇનીસ પણ તરત આઉટ થયો હતો. સ્મિથે 72 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. મેક્સવેલ 22 રનની ઇનિંગ રમીને આઉટ થયો તે પછી સ્મિથે મિચેલ સ્ટાર્ક સાથે મળીને અર્ધ શતકીય ભાગીદારી કરી ટીમને 200 પાર પહોંચાડી હતી. સ્મિથ 118 બોલમાં 85 રન કરીને આઉટ થયો તે પછી 6 રનના ઉમેરામાં બાકીની વિકેટો પડી જતાં ઓસ્ટ્રેલિયા 223 રનમાં ઓલઆઉટ થયું હતુ.