ન્યુઝીલેન્ડ સામેના પરાજય પછી ભારતીય ટીમ વર્લ્ડકપની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. આ વર્લ્ડકપમાં જે પ્રબળ દાવેદારો હતી તે ટીમોઍ જ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જા કે સેમી ફાઇનલમાં ભારતીય ટીમ નબળી પુરવાર થઇને મેચ હારી જતાં વર્લ્ડકપમાંથી આઉટ થઇ અને તેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોને હૃદયભંગ થયો હતો. ન્યુઝીલેન્ડ સામેના આ પરાજય પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આઇસીસીને ભવિષ્યમાં નોકઆઉટ સ્ટેજમાં આઇપીઍલ સ્ટાઇલના પ્લેઓફને લાવવાનું સુચન આપ્યું હતું.
કોહલીઍ ઍવું સ્વીકાર્યુ હતું કે ભારત 240 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે શરૂઆતની 45 મિનીટમાં જ મેચ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ લીગ સ્ટેજમાં ટોચના સ્થાને રહી હતી. તેને જ્યારે પુછાયું કે શું ભવિષ્યમાં આઇપીઍલની સ્ટાઇલના પ્લેઓફનો વિકલ્પ હોવો જાઇઍ. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ભવિષ્યમાં કદાચ ઍવું થાય પણ ખરું. જા પોઇનટ ટેબલમાં ટોચના સ્થાને રહેવું મહત્વનું ગણાતું હોય તો મને લાગે છે કે ટુર્નામેન્ટના લેવલને જોતા આ નવી બાબતો પર વિચારણા કરી જાવી જાઇઍ. ઍ ઉલ્લેખનીય છે કે આઇપીઍલના પ્લેઓફ ફોર્મેટ અનુસાર ટોચની બે ટીમને ફાઇનલમાં પહોંચવાની બીજી તક પણ મળે છે.