ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે જોની બેયરસ્ટોની વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડકપના ઇતિહાસમાં ઍક જ ઍડિશનમાં સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો હતો. તેણે પોતાના જ દેશના ગ્લેન મેકગ્રાઍ 2007માં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો.
2007ના વર્લ્ડકપમાં ગ્લેન મેકગ્રાઍ કુલ મળીને 26 વિકેટ ઉપાડી હતી અને ઍ પછી કોઇપણ બોલર વર્લ્ડકપની ઍક ઍડિશનમાં વિકેટ ઝડપવા મામલે તેનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. ગુરૂવારે મિચેલ સ્ટાર્કે મેકગ્રાનો આ 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બેયરસ્ટોની વિકેટ તેની આ વર્લ્ડકપની 27મી વિકેટ રહી હતી. ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઝડપવા મામલે હવે તે પહેલા નંબરે આવી ગયો છે અને મેકગ્રા બીજા નંબરે ખસ્યો છે. ત્રીજા ક્રમે શ્રીલંકાનો ચામિંડા વાસ છે.
ઍક જ વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા બોલરો
બોલર દેશ વિકેટ વર્ષ
મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 27 2019
ગ્લેન મેકગ્રા ઓસ્ટ્રેલિયા 26 2007
ચામિંડા વાસ શ્રીલંકા 23 2003
મુથૈયા મુરલીધરન શ્રીલંકા 23 2007
શોન ટેટ ઓસ્ટ્રેલિયા 23 2007
મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 22 2015