બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના અને સીઓઍના સભ્ય ડાયેના ઍદલજીઍ બુધવારે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં હારીને બહાર થયેલી ભારતીય ટીમના વર્લ્ડકપના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ડાયેના ઍદલજીઍ ધોનીની પ્રશંસા કરતાં કહ્યુંં હતું કે તેણે બતાવી દીધું છે કે તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.
ઍદલજીઍ કહ્યું હતું કે ટીમ સારું રમી, કમનસીબી ઍ વાતની છે કે મેચ બીજા દિવસ સુધી ખેંચાઇ, શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવતા ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી, તે પછી જાડેજા અને ધોનીઍ ટીમની વાપસી કરાવી હતી. મેચ ખુબ જ નજીકની બની હતી. જાડેજા અને ધોનીઍ જે પ્રદર્શન કર્યુ તે પ્રશંસાને લાયક છે.
ભારતના પરાજય પછી ધોનીની નિવૃત્તિની અટકળો ઉગ્ર બની હતી પણ ઍદલજીઍ કહ્યું હતું કે વિશ્વકપ વિજેતા કેપ્ટને ટુર્નામેન્ટમાં ઍ બતાવી દીધું છે કે તેનામાં હજું ઘણું ક્રિકેટ બાકી છે. તે ટુર્નામેન્ટમાં જે રીતે રમ્યો તેની હું પ્રશંસા કરીશ. નિવૃત્તિ લેવી કે નહીં તે તેનો વ્યક્તિગત નિર્ણય રહેશે.
૦૦