આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થયાને હજુ બે ત્રણ દિવસ થયા છે અને ટીમ ભારત પરત ફરવાની તૈયારી કરી રહી છે ત્યારે ભારતીય ટીમમાં વિખવાદ સર્જાયો હોવાના અહેવાલો મળી રા છે. ટીમ જ્યારે ઇંગ્લેન્ડ પહોંચી અને તેમાં વિજય શંકર ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પહોંચ્યો ત્યારથી જ ઍવી ગુસપુસ શરૂ થઇ હતી કે અંબાતી રાયડુનો વાંક શું હતો, જો કે તે સમયે કોઇ કંઇ બોલ્યું નહોતું.
હવે ઍવી ચર્ચા થઇ રહી છે કે વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં ટીમ હારીને બહાર થઇ તેનું સૌથી મોટું કારણ કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની ઍકતરફી વિચારધારા છે, જે તેઅો ટીમ પર ઠોકી બેસાડતા આવ્યા છે. ડરના કારણે કોઇ તેમનો વિરોધ કરતું નથી. કારણ સીઅોઍ અધ્યક્ષ વિનોદ રાયને કોહલી ઘણો પસંદ છે. હાલમાં ટીમમાં બે ભાગ પડી ગયા છે. ઍક વાઇસ કેપ્ટન રોહિતની સાથે છે તો બીજા ભાગ કોહલી સાથે, જા કે સારી વાત ઍ છે કે આ વિખવાદ હજુ વિરોધના લેવલે નથી પહોંચ્યો. ઍક ખેલાડી ઍવું કહેતા સંભળાયો હતો કે કેઍલ રાહુલ ગમે તેટલું ખરાબ પ્રદર્શન કરે તેને ત્યાં સુધી તક અપાશે જ્યાં સુધી તે ફોર્મ ન મેળવી લે. જા અોપનીંગમાં તક મળે તો ત્યાં નહીં તો ચોથા ક્રમે તેને રમાડાશે. જા ઍમ નહીં થાય તો પણ તે ૧૫ સભ્યોમાં તો રહેશે જ.
ઍ રીતે જ કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલમાંથી કોઇ પણ ખરાબ પ્રદર્શન કરે પણ અંતિમ ઇલેવનમાંથી બહાર તો કુલદીપ જ જાય, કારણ ચહલ આઇપીઍલમાં વિરાટની ટીમનો સભ્ય છે. ૨૦૧૫ના વર્લ્ડકપ પછી ચોથા ક્રમના બેટ્સમેનની શોધ રાયડુના રૂપમાં પુરી થઇ અને જે ન્યુઝીલેન્ડ સામે ચોથા ક્રમે બેટિંગમાં ઉતરીને 90 બોલમાં 113 રનની ઇનિંગ રાયડુઍ રમી હતી તેની સામેની સેમી ફાઇનલમાં ભારત હાર્યુ અને તે સમયે ટીમમાં રાયડુ નહોતો. ટીમમાં શાસ્ત્રી અને અરુણ સામે અંસતોષ ઍટલા માટે છે કે વિરાટ આ બંનેનું જ સાંભળે છે અને તેના કારણે ખેલાડીઅોમાં નારાજગી છે.