ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સતત ટીકા અને તેની નિવૃત્તિની ઊઠતી માગ વચ્ચે માજી ભારતીય ખેલાડી ચેતન ચૌહાણે કહ્યું હતું કે આ ચેમ્પિયન ખેલાડી પર પ્રેશર ઊભું કરવાને બદલે ભારતીય ક્રિકેટમાં કરેલા યોગદાનને માન આપીને તેને જાતે જ ઍ નિર્ણય લેવા દો. ઉત્તર પ્રદેશના રમત મંત્રી ચેતન ચૌહાણે રવિવારે કહ્યું હતું કે વર્લ્ડકપમાં અપેક્ષા અનુસારનું પ્રદર્શન ન કરી શકવાને કારણે ધોનીની ટીકા કરનારાઓઍ ઍ ન ભુલવું જોઇઍ કે ભારતીય ક્રિકેટમાં તેણે શું ફાળો આપ્યો છે.
તેમણે કહ્યું હતું કે ઍ સાચી વાત છે કે વર્લ્ડકપમાં ધોનીનું પ્રદર્શન અપેક્ષા અનુસારનું રહ્યું નથી પણ તેના કારણે તેના પર નિવૃત્તિનું દબાણ નાંખવાના બદલે ઍ નિર્ણય તેમને જાતે જ લેવા દો. આ માજી બેટ્સમેને કહ્યું હતું કે ધોનીઍ ભારતને ક્રિકેટના તમામ ફોર્મેટમાં ચેમ્પિયન બનાવ્યું છે. તેના ઐતિહોસિક ફાળાને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.