ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં રવિવારે અહીં જોફ્રા આર્ચરે મેટ હેનરીની વિકેટ ઉપાડીને હાલના વર્લ્ડકપમાં પોતાની વિકેટનો આંકડો 20 પર પહોંચાડીને ઇતિહાસ રચ્યો હતો. આર્ચર વર્લ્ડકપની ઍક ઍડિશમમાં ઇંગ્લેન્ડ વતી સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો હતો.
આર્ચરે આ ટુર્નામેન્ટમાં ૧૧ મેચમાં 461 રન આપીને કુલ 20 વિકેટ ઉપાડી હતી. આ પહેલા તેણે જ્યારે વર્લ્ડકપની પોતાની 17મી વિકેટ ઉપાડી હતી ત્યારે 1992ના વર્લ્ડકપમાં ૧૬ વિકેટ ઉપાડીને ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડવાનો રેકોર્ડ કરનારા ઇયાન બોથમનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હાલના વર્લ્ડકપમાં તેના સિવાય ઇંગ્લેન્ડના અન્ય બોલર માર્ક વુડે 18 અને ક્રિસ વોક્સે 16 વિકેટ ઉપાડી છે.
ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા ઇંગ્લીશ બોલર
બોલર વિકેટ વર્ષ
જોફ્રા આર્ચર 20 2019
માર્ક વુડ 18 2019
ક્રિસ વોક્સ 16 2019
ઇયાન બોથમ 16 1992
ઍન્ડ્રુ ફિલન્ટોફ 14 2007