આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, ત્યારે આઇસીસી દ્વારા આ ટુર્નામેન્ટને ધ્યાને લઇને ઍક ટીમ અોફ ધ ટુર્નામેન્ટ બનાવી છે. આ ટીમની ખાસ વાત ઍ છે કે તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું નથી.
Your #CWC19 Team of the Tournament! pic.twitter.com/6Y474dQiqZ
— ICC (@ICC) July 15, 2019
આઇસીસી દ્વારા પસંદ કરાયેલી આ ટીમમાં ઇંગ્લેન્ડના 4 ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતના 2-2 તેમજ બાંગ્લાદેશના ઍક ખેલાડીનો સમાવેશ કરાયો છે. જ્યારે ન્યુઝીલેન્ડના ત્રીજા ખેલાડી ટ્રેન્ટ બોલ્ટને 12મો ખેલાડી બનાવાયો છે. ભારતના રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. જ્યારે ઇંગ્લેન્ડના જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરનો સમાવેશ કરાયો છે.
ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવાયો છે, જ્યારે તેની સાથે અંતિમ ઇલેવનમાં લોકી ફર્ગ્યુસનને સમાવાયો છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને ઍલેક્સ કેરીને ટીમમાં સામેલ કરાયો છે. જ્યારે બાંગ્લાદેશના ઍકમાત્ર શાકિબ અલ હસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમને માજી ક્રિકેટર અને કોમેન્ટેટર ઇયાન બિશપ, ઇયાન સ્મિથ અને ઇશા ગુહા ઉપરાંત ક્રિકેટ લેખક લોરેન્સ બૂથ અને આઇસીસીના ક્રિકેટ જનરલ મેનેજર જ્યોફ ઍલાર્ડિસે પસંદ કરી હતી.