મુંબઈ હુમલાની ઘટનાને અંજામ આપનાર આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનના લાહોરથી ધરપકડ કરવામાં આવી.. હાફિઝ લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યા હતો ત્યારે પંજાબની કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે તેની ધરપકડ કરી. હાફિઝની ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ બાદ હાફિઝે જણાવ્યુ હતુ કે, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર હાફિઝને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. હાફિઝ સઇદની ધરપકડ બાદ પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક થઇ છે. પાકિસ્તાન સેના પ્રમુખ અને વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે બેઠક થઇ છે.
મહત્વપૂર્ણ છે કે, હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાફિઝની ધરપકડ પણ અનેક શંકા ઉપજાવી શકે છે. કેમ કે, પાકિસ્તાન સરકાર આઈએસઆઈ અને હાફિઝ જેવા આતંકવાદીઓની શહથી ચાલી રહી છે. હાફિઝ સઇદને સંગઠન જમાતઉદ-દાવાના લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઇદ જ છે. સઇદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.