નીધરલેન્ડનાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ ભારતીય નાગરિક અને પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપમાં જેલમાં બંધ કુલભૂષણ જાદવનાં મામલામાં પોતાનો નિર્ણય આજે સંભળવાશે. ભારતીય નૌકાદળનાં સેવાનિવૃત્ત અધિકારી જાદવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી હતી. જો કે આ સજાનાં એલાન પર ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી
‘દ ડિપ્લોમેટ’ની રિપોર્ટ મુજબ આવી સ્થિતિમાં કોર્ટ માટે મામલામાં એવો નિર્ણય સંભળાવવો પડકાર બરાબર રહેશે કે જેનાથી ભારત નારાજ ન થાય અને ના પાકિસ્તાનને પોતાના દેશમાં શરમમાં મુકાવવુ પડે. આંતરાષ્ટ્રીય કોર્ટમાં ભારત અને પાકિસ્તાનની કાનૂની લડાઈઓને દેખતા કોર્ટ કોઇ એવો નિર્ણય આપતા પણ બચશે જે પૂરી રીતે કોઇ એક દેશનાં હિતમાં જતો હોય. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન આઈસીજેની પાસે ત્રણ મામલાની સુનવણી માટે પહોચ્યા છે.
ઉદાહરણ તરીકે, 1971 નાં યુદ્ધમાં, ભારતે યુદ્ધબંદિઓ સંબંધિત બાબતોમાં કોર્ટનાં અધિકારક્ષેત્ર પર વિરોધ કર્યો હતો અને બાદમાં મામલાનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થયો હતો. આ મુદ્દાને ઉઠાવનાર પાકિસ્તાને કોર્ટને જાણ કરી કે બંને દેશોએ સાથે મળી સમાધાન કરી લીધુ છે અને તેથી કોર્ટની સુનવણી બંધ કરવામાં આવે. 1999 કેસમાં (જ્યાં ભારતએ પાકિસ્તાનનાં જેટને નષ્ટ કરી નાખ્યો હતો) અદાલતે કહ્યું હતું કે આ કેસ સાંભળવો તેના અધિકારક્ષેત્રમાં નથી અને આંતરરાષ્ટ્રીય કોર્ટે તેના પર કોઈ ચુકાદો આપ્યો નહી.
આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય કોર્ટ વચ્ચેનો કોઈ નિર્ણય સંભળાવી શકે છે. વિશ્લેષકોનાં જણાવ્યા અનુસાર, આઇસીજેમાં ભારતના વાંધાને નકારી કાઢવાના ભાગ્યે જ કોઈ મુદ્દા હશે. જો કોર્ટ ભારતની તરફેણમાં ચુકાદો જાહેર કરતા કુલભૂષણ જાધવની મુક્તિનો આદેશ આપે તો ભાગ્યે જ ઇસ્લામાબાદ તેના આ નિર્ણયને અમલમાં મુકે કારણ કે તેનાથી પાકિસ્તાન સરકાર માટે પોતાના ઘરમાં ચહેરો છુપાવવો મુશ્કેલ થઇ જશે. જો કે, જાધવને છોડવા સિવાય, કોઈ પણ નિર્ણય પાકિસ્તાન માટે રાહતનો મુદ્દો બની શકે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ પાકિસ્તાનને જાધવને મૃત્યુદંડની સજા ન આપવા અને રાજદ્વારી પ્રવેશ આપવા માટે પણ આદેશ આપી શકે છે.