MG Comet EV: સસ્તી ઇલેક્ટ્રિક કાર, 230 કિ.મી. રેંજ અને સેફ્ટી ફીચર્સ સાથે
MG Comet EV: કંપનીએ MG Comet EV માં 17.3 kWh બેટરી પેક પ્રદાન કર્યું છે. આ કાર 42 પીએસ પાવર અને 110 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
MG Comet EV: તાજેતરમાં, JSW MG મોટર ઇન્ડિયાએ ભારતમાં અપડેટેડ Comet EV લોન્ચ કરી છે, જે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. હવે, આ કાર વધુ સસ્તી થઈ ગઈ છે. જો તમે પણ આ EV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે ખૂબ જ સારી સાબિત થઈ શકે છે.
MG કોમેટ EVના Model Year 2024 પર 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયા સુધીનો લોયલ્ટી બોનસ અને 5,000 રૂપિયા સુધીનો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સમાવિષ્ટ છે. આ છૂટ વેરિઅન્ટ અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.
આ સિવાય, Model Year 2025 પર પણ 40,000 રૂપિયા નો ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર પણ વેરિઅન્ટ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
MG Comet Eની રેંજ અને ફીચર્સ
MG Comet EVમાં 17.3 kWh બેટરી પેક છે, જે 42 PS પાવર અને 110 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કારમાં 3.3 કિલોવોટનો ચાર્જર છે, જે 5 કલાકમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે.
બ્લેકસ્ટોર્મ એડિશનમાં મળતા આ ફીચર્સ
MG કોમેટ EVનું બ્લેકસ્ટોર્મ એડિશન મેકેનિકલી સ્ટાન્ડર્ડ મોડલ જેમ જ છે. આ કારમાં 17.3 kWh નું બેટરી પેક છે, જેમાં 42 hp ની પાવર અને 110 Nm નો ટોર્ક પ્રાપ્ત થાય છે. MG ની આ ઇલેક્ટ્રિક કારની MIDC રેંજ 230 કિ.મી. છે. આ કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે, જે બ્લેકસ્ટોર્મ એડિશન સાથે રજૂ કરવામાં આવી છે.
બ્લેકસ્ટોર્મ એડિશનમાં બે 10.25 ઈંચની સ્ક્રીન છે, જેમાંથી એક ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર માટે અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે છે. આ કારમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપ્રલ કારપ્લે જેવા ફીચર્સ પણ છે. આ સિવાય, તેમાં કનેક્ટેડ કાર ફીચર્સ, રિયર પાર્કિંગ કેમેરા, અને સેફ્ટી માટે ડ્યુઅલ એરબેગ્સ જેવી સુવિધાઓ પણ છે.