ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પ્રતિષ્ઠિત ઍશિઝ સિરીઝથી ટેસ્ટ ક્રિકેટમાં ઍક નવો બદલાવ થવાની તૈયારીમાં છે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ જે સફેદ ટી-શર્ટ પહેરીને મેદાન પર ઉતરશે તેના પર તેમના નામ અને નંબર લખાયેલા હશે. ઇંગ્લેન્ડ ક્રિકેટે પોતાના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ પર જો રૂટનો નવી ટી-શર્ટ સાથેનો ફોટો શેર કરીને તેને સત્તાવાર સમર્થન આપી દીધું છે.
ઍ ઉલ્લેખનીય છે કે વન ડે અને ટી-20માં ખેલાડીઓની ટી શર્ટ પર તેમનું નામ અને નંબર ઘણાં સમયથી લખાતા આવ્યા છે. પણ ટેસ્ટમાં જે શરૂઆતથી ચાલતુ આવ્યું છે તે જાળવી રખાયું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટના ટ્વિટર ઍકાઉન્ટ પર શેર કરાયેલા ફોટોમાં જા રૂટની ટી-શર્ટ પર તેનું નામ રૂટ અને નંબર ૬૬ લખાયો છે. જો કે હજુ ઍ સ્પષ્ટ નથી કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ આવી ટી શર્ટ પહેરશે કે પછી તેના વગરની ટી શર્ટ પહેરશે.