પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનું કહેવું છે કે, પુલવામા આતંકવાદી હુમલાનું કાવતરું ભારતમાં જ રચવામાં આવ્યું હતું. તેમાં પાકિસ્તાનનું નામ માત્ર એ કારણે સંડોવાયું છે કે, આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે અને તે પાકિસ્તાન અને કશ્મીરમાં ખૂબજ સક્રિય છે.

પાકિસ્તાનના બોર્ડર આદિવાસી વિસ્તારોમાં માનવાધિકાર હનનની ઘટનાઓ અંગે તેમણે સ્વિકાર્યું કે, પાકિસ્તાનની આર્મી દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવાઆં આવ્યો છે. ઇમરાન ખાને યૂએસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પીસમાં વાતચીત દરમિયાન આ વાત જણાવી. યૂએસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પીસ અમેરિકી કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતી એક થિંક ટેન્ક છે.

ઉલ્લેખનિય છે કે, 14 ફેબ્રુવારીએ પુલવામા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના જવાનોને આત્મઘાતી હુમલાખોર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે તેમનો કાફલો શ્રીનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા.

અમેરિકાની ત્રણ દિવસની ઓફિશિયલ યાત્રા દરમિયાન ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સોમવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર જ આમને-સામને વાતચીત થઈ.

તેમણે આ મિટિંગને ખૂબજ સફળ જણાવી, જેનાથી દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર લાવવામાં મદદ મળી. ખાનેદાવો કર્યો છે કે, તેમના શાસનકાળમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં પોતાની દશકો જૂની રણનીતિક પહોંચની નીતિ છોડી દીધી છે.