સિમોના હાલેપ સામે વિમ્બલ્ડનની ફાઇનલમાં પરાજીત થયેલી સેરેના વિલિયમ્સનો ઍક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ બન્યો છે. આ વીડિયોમાં સેરેનાની સામે પાંચ પુરૂષો હાથમાં ટેનિસ રેકેટ લઇને કોર્ટમાં ઉતરે છે, પણ તેમાંથી ઍકપણ સેરેના દ્વારા કરાતી સર્વિસ સુદ્ધા રિટર્ન કરી શકતો નથી.
To all the non-tennis-playing men who think they can win a point against Serena, watch this… ???? pic.twitter.com/GEDQb76KHt
— EBC (@ItsBlackCulture) July 19, 2019
સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ લોકોઍ નિહાળેલા આ વીડિયોમાં પહેલા ઍક પુરૂષ ઊભો રહે છે, તે પછી ઍક ઍક કરતાં કુલ 5 પુરૂષો સામે છેડે ઊભા રહે છે, પણ તેઓ સેરેના દ્વારા ઍક પછી ઍક કરાયેલી 5 સર્વિસમાંથી ઍક પણ રિટર્ન કરી શકતાં નથી. આ વીડિયોમાં સેરેનાની ટેનિસ સ્કીલ પણ દર્શાવવામાં આવી છે. જેમાં પોતાની સર્વિસ વડે પાણી ભરેલો ફુગ્ગો ફોડવો, ટેબલ પર મુકેલી વસ્તુને પાડવી ઉપરાંત રેકેટ વડે બાસ્કેટ બોલનો ગોલ કરવો જેવું ઘણું દર્શાવાયું છે.