ભારતના સ્ટાર શટલરમાના ઍક ઍવા કિદામ્બી શ્રીકાંતનું ખરાબ ફોર્મ અહીં જાપાન ઓપન દરમિયાન પણ જળવાયેલું રહ્નહ્યું હતું અને તે બુધવારે પહેલા રાઉન્ડમાં જ પોતાના જ દેશના ઍચઍસ પ્રણોય સામે હારીને સ્પર્ધા બહાર ફેંકાયો હતો. આ ઉપરાંત સમીર વર્મા પણ પહેલા રાઉન્ડમાં જ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયો છે, મહિલા સિંગલ્સમાં પીવી સિંધુઍ બિન ક્રમાંકિત ચાઇનીઝ ખેલાડી હાન યુઍને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
હાન યુઍને 21-9, 21-17થી હરાવવા માટે સિંધુઍ માત્ર 37 મિનીટનો સમય લીધો હતો. હવે તે જાપાનની આયા ઓહોરી સામે રમશે. ઍચઍસ પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત વચ્ચેની મેચ 3 ગેમ સુધી ચાલી હતી. જેમાં અંતે પ્રણોયે શ્રીકાંતને 13-21, 21-11, 22-20થી હરાવ્યો હતો. ૫૯ મિનીટ સુધી ચાલેલી આ મેચમાં પ્રણોયે પહેલી ગેમ ગુમાવી હોવા છતાં પછીથી મેચમાં વાપસી કરીને વિજય મેળવ્યો હતો. આમ તો 8માં ક્રમાંકિત શ્રીકાંતનો પ્રણોયની સામે રેકોર્ડ બહેતર હતો, જો કે તે છતાં તેના કરતાં પ્રણોયે આજે સારી રમત બતાવી હતી. સમીર વર્મા ડેન્માર્કના ઍન્ડર્સ ઍન્ટોનસન સામે સીધી ગેમમાં હારીને બહાર થયો છે. સમીર વર્માનો 46 મિનીટ સુધી ચાલેલી મેચમાં 17-21, 12-21થી પરાજય થયો હતો.
માજી વર્લ્ડ નંબર વન શ્રીકાંત આ સિઝનમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ઇન્ડોનેશિયા ઓપનમાં પણ તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નહોતો. આ ઉપરાંત પ્રણવ જેરી ચોપડા અને સિક્કી રેડ્ડીની જોડી મિક્ષ્ડ ડબલ્સમાં ટીનના ઝેન્ડ સી વેઇ અને હુઆંગ યા કિયોંગ સામે 11-21, 14-21થી હારીને બહાર ફેંકાઇ ગઇ છે.