ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી દિવિજ શરણે આ અઠવાડિયે બ્રિટનની સ્ટાર ટેનિસ ખેલાડી સામંથા મરે સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે માજી ટેનિસ ખેલાડી સ્ટીફન અમૃતરાજે પણ અમેરિકાની ખેલાડી ઍલિસન રિસ્કે સાથે લગ્ન કર્યા હતા, આમ બે દિવસમાં બે વિદેશી મહિલા ટેનિસ ખેલાડી ભારતની વહુ બની હતી.
My best partner @SamMurray87 #SamAndDivHitched #PerfectMatch #SamWedsDivijPart1 pic.twitter.com/iVyrlSpTie
— Divij Sharan (@divijsharan) July 20, 2019
33 વર્ષિય દિવિજે પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કરીને લખ્યું મારી બેસ્ટ પાર્ટનર. તો સામંથાઍ ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું પરફેક્ટ મેચ.
Best day of my life to marry the woman of my dreams @Riske4rewards and to be surrounded by family, friends, mentors, colleagues and coaches.
Thank you to everyone who has sent messages to us.
Grateful beyond words. pic.twitter.com/8O3uZ84NZz
— Stephen Amritraj (@stephenamritraj) July 21, 2019
લોસ ઍન્જેલસમાં જન્મેલા અને ભારતના ટેનિસ ખેલાડી આનંદ અમૃતરાજના પુત્ર 35 વર્ષિય સ્ટીફને ઍલિસન રિસ્કે સાથે લગ્નનો ફોટો શેર કરીને લખ્યું કે આ મારા જીવનનો સૌથી સારો દિવસ છે. જ્યારે હું મારી ડ્રીમ ગર્લ રિસ્કે સાથે લગ્ન કરી રહ્યો છું.
સ્ટીફન સાથે લગ્ન પછી ઍલિસને બોલિવુડ સોંગ્સ પર ડાન્સ કરી ભારતીયોનું દિલ જીતવાનો પ્રયાસ
officially an Amritraj! I’m the luckiest lady because of @stephenamritraj ! where all my new Indian followers at??!! here’s a little Bollywood to try to win over your affection! ??? pic.twitter.com/ejX29aT5cF
— Alison Riske-Amritraj???? (@Riske4rewards) July 21, 2019
રિસ્કેઍ જા કે અલગ અંદાજ દર્શાવીને પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર બોલીવુડ સોંગ્સ પર ડાન્સ કરતો પોતાનો ઍક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે હું સત્તાવાર રીતે અમૃતરાજ બની. સ્ટીફનને કારણે હું ઘણી નસીબદાર મહિલા છું. મારા નવા ભારતીય ફોલોઅર્સ ક્યાં છે. તમારું દિલ જીતવા મારા તરફથી આ ઍક નાનકડું બોલિવુડ. રિસ્કેએ પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર નામ બદલીને ઍલિસન રિસ્કે અમૃતરાજ કરવાની સાથે જ ભારત અને અમેરિકાના ધ્વજ પણ મુક્યા છે.