શ્રીલંકાના ઝડપી બોલર નુવાન કુલાસેકરાઍ બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. બાંગ્લાદેશ સામેની પહેલી વન ડે પછી નિવૃત્ત થવાની લસિથ મલિંગાના નિર્ણય પછી કુલાસેકરા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઍક સમયે આઇસીસી વન ડે રેન્કિંગમાં નંબર વન બોલર રહી ચુકેલો કુલાસેકરા શ્રીલંકાનો પાંચમો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 184 વન ડેમાં 199 વિકેટ લીધી છે.
કુલાસેકરાઍ વન ડેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાન્યુઆરી 2013માં ગાબાના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે કર્યુ હતું, ઍ મેચમાં તેણે 22 રન આપીને 5ચ વિકેટ ઉપાડી હતી. 21 વર્ષની વયે ઇંગ્લેન્ડ સામે પોતાનું વન ડે પદાર્પણ કરનારા કુલાસેકરાઍ પોતાની અંતિમ વન ડે 2017માં રમી હતી.
ઝડપી બોલર હોવાની સાથે જ તે નીચલા ક્રમનો ઉપયોગી બેટ્સમેન પણ હતો, તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ગાબાના મેદાન પર ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં 73 રનની જારદાર ઇનિંગ પણ રમી હતી. કુલાસેકરાઍ 2005માં નેપિયર ખાતે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું. તેણે 21 ટેસ્ટમાં 48 વિકેટ લીધી હતી. જ્યારે ટી-20માં તેણે 58 મેચમાં 66 વિકેટ લીધી છે.