ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનારા રમત જગતના ટોપ ટેન ખેલાડીઅોમાં તે ઍકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં વિરાટ 9માં ક્રમે છે. જ્યારે ટોચના સ્થાને પોર્ટુગલનો ફુટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. ટોપ ટેનની યાદીમાં ટોચના 3 સ્થાન પર ફૂટબોલરોઍ કબજા જમાવ્યો છે.
ટોચના સ્થાને રોનાલ્ડો પછી બીજા ક્રમે બ્રાઝિલનો નેમાર છે અને તે પછી ત્રીજા ક્રમે આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસીનો નંબર આવે છે. હોપરઍચક્યૂ.કોમ (ઇન્સ્ટાગ્રામ શેડયુલ ટૂલ)ના જણાવ્યા અનુસાર કોહલીને આ સોશિયલ મીડિયા પર પોતાની ઍક પોસ્ટ વડે 158,000 પાઉન્ડની કમાણી કરી છે. જ્યારે પહેલા ક્રમે બેઠેલો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એક પોસ્ટના ૭૮૪૦૦૦ પાઉન્ડની કમાણી કરે છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા ટોપ ટેન ખેલાડીઅો
ખેલાડી રમત ઍક પોસ્ટ વડે કમાણી
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલ ૭૮૪૦૦૦ પાઉન્ડ (રૂ.૬.૭૩ કરોડ)
નેમાર ફૂટબોલ ૫૮૦૦૦૦ પાઉન્ડ (રૂ. ૪.૯૮ કરોડ)
લિયોનલ મેસી ફૂટબોલ ૫૨૧૦૦૦ પાઉન્ડ (રૂ. ૪.૪૭ કરોડ)
ડેવિડ બેકહમ ફૂટબોલ ૨૮૭૦૦૦ પાઉન્ડ (રૂ. ૨.૪૬ કરોડ)
લેબ્રોન જેમ્સ બાસ્કેટબોલ ૨૧૯૦૦૦ પાઉન્ડ (રૂ. ૧.૮૮ કરોડ)
રોનાલ્ડિન્હો ફૂટબોલ ૨૦૬૦૦૦ પાઉન્ડ (રૂ.૧.૭૬ કરોડ)
ગેરેથ બેલ ફૂટબોલ ૧૭૫૦૦૦ પાઉન્ડ (રૂ. ૧.૫૦ કરોડ)
ઇબ્રાહિમોવિચ ફૂટબોલ ૧૬૧૦૦૦ પાઉન્ડ (રૂ.૧૩૮ કરોડ)
વિરાટ કોહલી ક્રિકેટ ૧૫૮૦૦૦ પાઉન્ડ (રૂ. ૧.૩૫ કરોડ)
લુઇસ સુઆરેઝ ફૂટબોલ ૧૪૮૦૦૦ પાઉન્ડ (રૂ, ૧.૨૭ કરોડ)